બોલિવુડની સુપરસ્ટાર અબિનેત્રી દિપિકાના બોલ્ડ ફોટોશુટના કારણે જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા પણ ભારે નાખુશ દેખાઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સંજય લીલાની ફિલ્મ પદ્માવતિમાં દિપિકા ટાઇટલ રોલ કરી રહી છે. આવી સ્થિતીમાં સંજય લીલા ફિલ્મને લઇને હવે કોઇ નવો વિવાદ થાય તેમ ઇચ્છતા નથી. દિપિકા નવા ફોટોશુટમાં ખુબ નાના શોર્ટસામાં નજરે પડી રહી છે. હવે સંજય લીલા પણ નારાજ હોવાના હેવાલ મળ્યા છે. દિપિકાને હાલમાં જ એક બોલ્ડ ફોટોશુટના કારણે ટ્રોલર્સનો શિકાર થવાની ફરજ પડી હતી. હકીકતમાં સંજય લીલા હાલ પદ્માવતિમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ અને શાહિદ કપુરની મુખ્ય ભૂમિકા છે. સંજય લીલાની આ પિરિયડ ડ્રામા ફિલ્મને લઇને પહેલા પણ હોબાળો થઇ ચુક્યો છે. ફિલ્મમાં દિપિકા શાનદાર રોલમાં છે. રાની પદ્માવતિના રોલને લઇને પહેલાથી જ વિવાદ થયો છે ત્યાર સંજય લીલા હવે કોઇ વિવાદ થાય તેમ ઇચ્છતા નથી. જેથી સંજય લીલા દિપિકાના નવા ફોટો શુટને લઇને નાખુશ છે. ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યુ છે કે પદ્માવતિમાં દિપિકા ઐતિહાસિક અને પડકારરૂપ રોલમાં નજરે પડી રહી છે. ફિલ્મની રજૂઆતની તૈયારી ચાલી રહી છે ત્યારે સંજય લીલા આ પ્રકારના ફોટોશુટ રજૂ કરતા ખુશ દેખાઇ રહ્યા નથી. સંજય લીલાને લાગે છે કે કેટલાક લોકો ફિલ્મ પર આંગળી ઉઠાવી શકે છે. અત્રે નોંધનીય છે કે ફિલ્મને લઇને પહેલા રાજસ્થાનમાં હોબાળો થયો હતો. જેથી શુટિંગને રદ કરવાની ફરજ પડી હતી. સંજય લીલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી હવે તેઓ કોઇ જોખમ લેવા માંગતા નથી. સાવધાનીપૂર્વક આગળ વધવા માંગે છે.