Aapnu Gujarat
મનોરંજન

ટાઇગર જિન્દા હેને વહેલી તકે પૂર્ણ કરવા તૈયારી જારી

બોલિવુડમાં સુલતાન તરીકે જાણીતા અને હાલમાં સૌથી સફળ અભિનેતા તરીકેની છાપ ધરાવનાર સલમાન ખાનની ટાઇગર જિન્દા હે ફિલ્મના શુટિંગને ઝડપથી આગળ વધારી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે કેટરીના કેફની જોરદાર કેમિસ્ટ્રી જોવા મળનાર છે. ટ્યુબલાઇટના શુટિંગને પૂર્ણ કરી લેવાયા બાદ હવે ટાઇગર જિન્દા હેનુ શુટિંગ શરૂ કરાયુ છે. સલમાન રેમો ડિસુઝાની ફિલ્મ ત્યારબાદ કરનાર છે. ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે સલમાન ખાન પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર કેટરીના કેફ સાથે કામ કરવા જઇ રહ્યો છે. સલમાન ખાન અભિનિત ટાઇગર જિન્દા હેનુ શુટિંગ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ કેટલાક કારણોસર ચર્ચામાં છે. કારણ કે ફિલ્મમાં તેની સાથે ખુબસુરત કેટરીના કેફ કામ કરી રહી છે. બન્નેની જોડીને જોવા માટે ચાહકો ભારે ઉત્સુક છે. સલમાન ખાન દ્વારા કેટરીના કેફ સાથે તેનો ફોટો રજૂ કર્યો છે. ચાહકો માટે સારા સમાચાર છે કે ફિલ્મમાં ભરપુર એક્શન સીન ઉમેરી દેવામાં આવ્યા છે. યશરાજની ફિલ્મ એક્શનની સાથે સાથે રોમાન્સથી ભરપુર રહેશે. અલી અબ્બાસ જફરની ફિલ્મની પટકથા લખી લેવામાં આવ્યા બાદ હવે શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મના નિર્માતા દ્વારા હાલમાં ઓસ્ટ્રીયામાં શુટિંગ કરવામાં આવેલા કેટલાક સીનને લઇને વિડિયો જારી કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્‌ીય સ્તરના એક્શન સીનને પાર પાડવા માટે ફિલ્મમાં હોલિવુડના નિષ્ણાંતોને પણ આવરી લેવામાં આવ્યા છે. સલમાન ખાન કેટલાક વર્ષોથી બોલિવુડમાં પ્રભુત્વ ધરાવે છે. તેની છેલ્લી તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા મેળવી રહી છે. તેની સાથે કામ કરવા માટે તમામ અભિનેત્રી ભારે ઉત્સુક છે. સલમાન ખાન પાસે અન્ય કેટલીક મોટી ફિલ્મો પણ રહેલી છે. સલમાન હાલ ટ્યુબલાઇટમાં વ્યસ્ત છે.

Related posts

विक्की ने शुरू की अपने अगले प्रोजेक्ट की शूटिंग

editor

मुझे नहीं पता कि बॉलिवुड में फिट बैठती हूं कि नहीं : कल्कि

aapnugujarat

અમિતાભ બચ્ચન ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના શુટિંગમાં વ્યસ્ત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1