રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે જો સારી અને મજબુત પટકથા મળે તો તે સેક્સી સીન પણ કરી શકે છે. હાલમાં રાધિકા બે ફિલ્મમાં કામ કરી રહી છે. જે પૈકી એક ફિલ્મ અક્ષય કુમારની સાથે પૈડમેન છે અને અન્ય એક ફિલ્મ ભાવેશ જોશી છે. આ ફિલ્મમાં તેની સાથે હર્ષવર્ધન કામ કરનાર છે. આપ્ટેને તેના બોલ્ડ અંદાજ માટે ઓળખવામાં આવે છે. તેનુ કહેવુ છે કે સારી પટકથાવાળી ફિલ્મો કરવા માટે તે ઉત્સુક છે. વર્ષ ૨૦૧૬માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ પાચર્ડમાં તેની બોલ્ડ ભૂમિકાને અમે જોઇ ચુક્યા છીએ. રાધિકા આપ્ટે અક્ષય કુમારની સાથે પૈડમેન નામની ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અરૂણાચલ પ્રદેશના મુરુગનાથમના રોલમાં નજરે પડનાર છે. આ વ્યક્તિએ એવી મશીન બનાવી હતી જેના કારણે ઓછી કિંમતમાં સેનિટરી નેપકિન બનાવી શકાય છે. સાથે સાથે સમગ્ર ભારતમાં ગામમાં મહિલાઓને સરળતાથી પેડ મળી શકે છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં રાધિકાએ કહ્યુ હતુ કે ભારતમાં આજે પણ સેક્સ અને પિરિયડ પર વાત કરવાને લઇને અયોગ્ય સમજવામાં આવે છે. રાધિકાએ પોતાનો અભિરપ્રાય આપતા કહ્યુ હતુ કે અમારા દેશમાં સેક્સુઅલ અને ફિજિકલ ચીજોને યોગ્ય ગણવામાં આવતી નથી. રાધિકાએ કહ્યુ છે કે લોકોની સામે પેડને સ્પર્શ કરવામાં કોઇ ખચકાટ હોવી જોઇએ નહી.
ફિલ્મમાં અક્ષય કુમાર અને રાધિકા ઉપરાંત સોનમ કપુર પણ કામ કરી રહી છે. ફિલ્મના નિર્દેશક તરીકે આર બાલ્કી છે. ફિલ્મની પટકથા અક્ષય કુમારની આસપાસ ફરે છે. અક્ષય કુમારની ફિલ્મ વર્ષ ૨૦૧૭માં જ રજૂ કરવામાં આવનાર છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ