Aapnu Gujarat
મનોરંજન

હેટ સ્ટોરી-૪ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત : ઇહાના

ફિલ્મ હેટ સ્ટોરીની અગાઉની ત્રણેય ફિલ્મો ચાહકોને પસંદ પડી હતી અને આ ફિલ્મો હિટ પણ રહી હતી. હવે હેટ સ્ટોરી-૪ ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મ મારફતે બોલિવુડમાં ઇહાના ઢિલ્લન એન્ટ્રી કરવા જઇ રહી છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ રિયલ લાઇફ પરની ઘટના પર આધારિત ફિલ્મ છે. ઇહાનાએ કહ્યુ છે કે આ કોઇ પ્રેમ ત્રિકોણ પર આધારિત ફિલ્મ નથી. આ ફિલ્મ બદલો લેવાની પટકથા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ અગાઉની ત્રણ ફિલ્મોની જેમ સસ્પેન્સ ફિલ્મ છે. પરંતુ આ ફિલ્મ અગાઉ રજૂ કરવામાં આવેલી ફિલ્મો કરતા અલગ પ્રકારની ફિલ્મ છે. ફિલ્મની પટકથા વાસ્તવિક ઘટના પર આધારિત છે. હેટ સ્ટોરી-૪ ફિલ્મના નિર્દેશક વિશાળ પંડ્યાએ કહ્ય છે કે ફિલ્મમાં ઉર્વશી મુખ્ય રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં તેની સાથે કરણ વાહી, વિવાન ભટેના અને ગુલશન ગ્રોવરની પણ ખાસ ભૂમિકા છે. આ ફિલ્મનુ શુટિંગ લંડનમાં હાલમાં પૂર્ણકરી લેવામાં આવ્યુ છે. ફિલ્મમાં અનેક સેક્સી સીન અગાઉની ફિલ્મની જેમ જ આવરી લેવામાં આવનાર છે. આવી સ્થિતીમાં ફિલ્મને ચોક્કસ વર્ગના લોકો પસંદ કરી રહ્યા છે. ઢિલ્લોનના કહેવા મુજબ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. તે લંડનમાં પોતાના હિસ્સાનુ શુટિંગ પૂર્ણ કરી ચુકી છે. હાલમાં મુંબઇ પરત ફરેલી ઇહાના ઢિલ્લને કહ્યુ છે કે હેટ સ્ટોરી-૪ જેવી મોટા બેનરની ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે. વિશાળ પંડયાની પ્રશંસા કરતા તે કહે છે કે તેઓ ખુબ કુશળ વ્યક્તિ છે. ઇહાનાએ ઉર્વશી સાથે કોઇ પણ પ્રકારની સ્પર્ધા હોવાનો ઇન્કાર કર્યો છે. તેનુ કહેવુછે કે હેવાલ પાયાવગર છે. ફિલ્મ ઉદ્યોગમાં ઉર્વશીની ઓળખ બોલ્ડ સ્ટાર તરીકે છે.

Related posts

કૅમિલા મોરોને જન્મદિવસ ઉજવ્યો

editor

મિત્રોએ કેટરિનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

aapnugujarat

डेढ़ साल से अच्छी स्क्रिप्ट की तलाश में है सुष्मिता सेन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1