Aapnu Gujarat
મનોરંજન

સ્ટાર સની લિયોન હકીકતમાં સિમ્પલ છે

પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી અને સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી અભિનેત્રી સની લિયોન હકીકતની લાઇફમાં ખુબ જ સિમ્પલ લાઇફ જીવે છે. સની લિયોન ફિલ્મોમાં હંમેશા પોતાના બોલ્ડ સીન માટે ચર્ચામાં રહે છે. એક્ટિંગ ઉપરાંત સની લિયોન અનેક સામાજિક કાર્યો સાથે પણ જોડાઈ ચુકી છે. ભારતમાં આવ્યા બાદથી તેને ખુબ સન્માન મળી રહ્યું છે. બોલીવુડમાં પણ હવે તેને પસંદ કરવામાં આવી રહી છે. સની લિયોન પ્રાણીઓની જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈ ચુકી છે. પ્રાણીઓની સંસ્થાઓ સાથે જોડાઈ જઇને તે સામાજિક કામ કરી રહી છે. સની લિયોનની ફિલ્મો ઓછી આવી રહી છે પરંતુ આઇટમ સોંગના કારણે વધારે જાણીતી રહી છે. તેના આઇટમ સોંગની હમેંશા ધુમ રહે છે. હાલમાં તે બાદશાહો નામની ફિલ્મમાં આઇટમ સોંગ કરી ચુકી છે. જે ઇમરાન હાશ્મીર સાથે હતુ. તેની પાસે સારા બજેટની મોટી ફિલ્મો પણ હાથમાં આવી રહી છે જેમાં એક ફિલ્મ તે અરબાઝ ખાન સાથે કરી રહી છે. સની લિયોને પ્રાણીઓ પ્રત્યે પોતાના પ્રેમ અંગે વાત કરતા કહ્યું છે કે, દરેક વ્યક્તિએ પ્રાણીઓ પ્રત્યે સહકાર દર્શાવવાની ભાવના રાખવી જોઇએ. સની લિયોન પોતાની ફિલ્મી કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. શાહરૂખ ખાન સાથેની ફિલ્મ રઇસમાં પણ તે આઇટમ સોંગ કરી ચુકી છે.

Related posts

આલિયામાં મને મારી પુત્રી દેખાય છે : કરણ જોહર

aapnugujarat

કાસ્ટિંગ કાઉંચના શિકાર થઇ નથી : સની

aapnugujarat

મુસલમાનોને સાથે લઈને ચાલો. માત્ર હિન્દુઓની જય-જય નહિ ચાલે : રાખી સાવંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1