Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી મેજિક : નોટબંધીને હજુ પણ મોટાભાગના લોકોનો ટેકો

ગયા વર્ષે ૮મી નવેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામ સંબોધનમાં નોટબંધીની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. છેલ્લા એક વર્ષમાં લોકોની અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. નરેન્દ્ર મોદીએ આ કઠોર નિર્ણય કરીને લોકોને ખુબ જ મુશ્કેલીમાં મુક્યા હોવા છતાં તમામ સંકેતો દર્શાવે છે કે, આ નિર્ણયથી ચૂંટણીમાં લાભ પણ થયો હતો. લોકોની રોજગારી પણ જતી રહી હતી છતાં હજુ પણ મોદી મેજિક અકબંધ રહ્યો છે. હાલમાં જ કરવામાં આવેલા ઓનલાઈન સર્વેમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. નોટબંધીના કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા હતા. જીડીપીમાં ઘટાડો થયો હતો. નાના કારોબારીઓ ભાંગી પડ્યા હતા અને આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ આની ટિકા કરી હતી છતાં એક વર્ષના ગાળા બાદ પણ ઓનલાઈન સર્વેમાં મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. નોટબંધીને ટેકો આપનાર લોકોની સંખ્યા મોટી નોંધાઈ છે. નોટબંધીના પરિણામ જોઇ ચુકેલા અને નોટબંધી વેળા ટિકા ટિપ્પણી કરી ચુકેલા લોકો પણ સાથે દેખાઈ રહ્યા છે. ઓનલાઈન સર્વેમાં ૧૦૦૦૦થી પણ વધુ લોકોના મત લેવામાં આવ્યા હતા. એકંદરે ૩૮ ટકા લોકોનું કહેવું છે કે, નોટબંધીને સફળતા મળી છે. ૩૦ ટકા લોકો કહે છે કે, મિશ્ર પરિણામ મળ્યા છે. ૩૨ ટકા લોકો આને નિષ્ફળ ગણે છે. ૨૬ ટકા લોકો માને છે કે, નોટબંધીથી લાંબા ગાળે અર્થતંત્રને નુકસાન થયું છે. ૩૨ ટકા લોકોનું કહેવું છે કે, આનાથી અર્થતંત્ર વધારે પારદર્શક બન્યું છે. ૪૨ ટકા લોકોનું એમ પણ કહેવું છે કે, નુકસાન થયું હોવા છતાં અર્થતંત્ર પારદર્શક બન્યું છે. બેરોજગારીને લઇને ૪૨ ટકા લોકોનું કહેવું છે કે, નોટબંધીની કોઇ અસર થઇ નથી. ૨૩ ટકા લોકો નકારાત્મક અસર થઇ હોવાની વાત સ્વીકારે છે. ૪૫ ટકા લોકો માને છે કે, મોટી સંખ્યામાં લોકોની રોજગારી ગઈ છે.

Related posts

મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૪૫, ગુજરાતમાં ૨૬માંથી ૨૬ સીટો જીતીશું : અમિત શાહ

aapnugujarat

લોકસભા ચૂંટણી : પાંચમાં તબક્કામાં રાષ્ટ્રીય પક્ષમાં ૧૫૦ ઉમેદવાર છે

aapnugujarat

તરુણ તેજપાલના છુટકારા વિરુદ્ધ ગોવા સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી

editor

Leave a Comment

UA-96247877-1