Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત : યુવા અસંતુષ્ટોની પણ ચાવીરૂપ ભૂમિકા હશે

વિધાનસભાની ચૂંટણી માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુવા મતદારોની ભૂમિકા પણ નિર્ણાયક પુરવાર થનાર છે. અસંતુષ્ટો પણ મોટાપાયે દેખાઈ રહ્યા છે જેમાં ઠાકોર સમુદાયના અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ જતાં તેની પણ અસર થવાની શક્યતા દેખાઈ રહી છે. અલ્પેશ દ્વારા જુદી જુદી માંગણીઓને લઇને કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરાઈ છે. અલ્પેશ માને છે કે, આર્થિકરીતે પછાત વર્ગ માટે અનામતની જોગવાઈ રાખવામાં આવે તે જરૂરી છે. બીજી બાજુ હાર્દિક પટેલ પાટીદાર સમુદાયની માંગણીઓને લઇને કોંગ્રેસની સાથે દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વધુ એક યુવા નેતા પણ કોંગ્રેસની સાથે છે. મોટી સંખ્યામાં પાટીદાર સમુદાયના લોકો પણ હાર્દિક પટેલની સાથે દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હાર્દિક પટેલ પરિબળની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી શકે છે. આ ઉપરાંત જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસ સાથે જોડાઈ ચુક્યો છે. દલિત સમુદાયના લોકોના મત પણ આની તરફ આકર્ષિત થઇ શકે છે. આવી સ્થિતિમાં ત્રણ યુવા નેતાઓ કોંગ્રેસની સાથે હોવાથી યુવા સમુદાયના મત કોંગ્રેસ પાર્ટી કેટલા હદ સુધી આકર્ષિત કરી શકે છે તે મહત્વપૂર્ણ રહેશે. ભાજપ સામે આ વખતે અનેક પરિબળો વિરોધાભાષી દેખાઈ રહ્યા છે. યુવા નેતાઓમાં અસંતોષ અને સાથે સાથે નોટબંધી અને જીએસટી જેવા મોટા આર્થિક પરિબળોના પરિણામ સ્વરુપે પણ માઠી અસર થઇ શકે છે. આગામી દિવસોમાં યુવા નેતાઓ કેવા પ્રચારમાં રહે છે તે બાબત પણ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થનાર છે. કોંગ્રેસ આશાવાદી બનેલી છે.

Related posts

સુરત, વડોદરા સહિતના શહેરોમાં સ્વાઈનફ્લુનો સપાટો

aapnugujarat

કતલખાના મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

aapnugujarat

ચૂંટણીમાં શિવસેના ૫૦થી વધુ ઉમેદવારો ઉભા રાખશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1