Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આજથી જીએસટી કાઉન્સિલની બેઠક : ૨૦૦ વસ્તુ પર રેટ ઘટશે

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે જીએસટી કાઉન્સિલની બેઠક આજથી ફરી શરૂ થઇ રહી છે. 9 અને ૧૦મી નવેમ્બરના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠક નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં યોજાઈ રહી છે. કારોબારીઓના સંદર્ભમાં આમા કોઇ મોટા નિર્ણય કરવામાં આવી શકે છે. જીએસટી કાઉન્સિલ ૧૫૦થી ૨૦૦ વસ્તુઓ ઉપર રેટમાં ઘટાડો કરી શકે છે. આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ કરવા સહિત ધરખમ સુધારા કરી શકે છે. શુક્રવારના દિવસે બેઠકમાં નાની કંપનીઓ માટે સિંગલ રિટર્ન ફાઈલિંગ ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. નાણામંત્રાલયમાં રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, વડાપ્રધાનની ઓફિસ (પીએમઓ) દ્વારા ટેક્સને ઘટાડવાના હેતુસર સૂચિત ફેરફારો કરી શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠક અરુણ જેટલીના નેતૃત્વમાં યોજાશે. આ બેઠક આસામના પાટનગર ગુવાહાટીમાં થઇ રહી છે. બેઠકમાં બિહારના નાણામંત્રી સુશીલ મોદીના નેતૃત્વમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) કાઉન્સિલને પેપર રજૂ કરી શકે છે. રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયાને મહત્વપૂર્ણ ફેરફારો થઇ શકે છે. રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયાને વધુ સરળ કરવાના ઇરાદા સાથે નાના કરદાતાઓ માટે પણ ફેરફાર કરવામાં આવી શકે છે. હાલમાં કારોબારીઓ જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૨માં રિટર્ન ફાઇલ કરે છે. ગયા મહિનામાં કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં ૧.૫ કરોડથી ઓછા ટર્ન ઓવર ધરાવતા નાના કરદાતાઓને રાહત આપવામાં આવી હતી. સરકારે ફરી એકવાર વધુ સરળ પ્રક્રિયા સાથે આગળ વધવાની તૈયારી કરી લીધી છે. ગયા સપ્તાહમાં જ જુલાઈ મહિના માટે જીએસટીઆર-૨ ફોર્મ દાખલ કરવા માટે તારીખ ૩૦મી નવેમ્બર સુધી વધારી દેવામાં આવી હતી જે અગાઉ ૩૧મી ઓક્ટોબર સુધીની હતી. જુલાઈ જીએસટીઆર-૩ રિટર્ન માટેની અવધિ એક મહિના સુધી વધારીને ૩૧મી ડિસેમ્બર કરવામાં આવી હતી. જીએસટી વ્યવસ્થા પહેલી જુલાઈથી અમલી બનાવવામાં આવી હતી. નવી પરોક્ષ કરવેરા વ્યવસ્થાનો વિરોધ થઇ રહ્યો છે. કારણ કે, કેટલીક દુવિધાઓ હાલ રહેલી છે. આવતીકાલે મળનારી બેઠકમાં વધુ ચીજવસ્તુઓના રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. કાઉન્સિલે હજુ સુધી ૧૦૦ વસ્તુઓના રેટ તર્કસંગત બનાવ્યા છે. જ્યારે ૨૮ ટકાના સ્લેબ હેઠળની કેટલીક અન્ય વસ્તુઓમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી ચુક્યો છે ત્યારે આ બેઠક ઉપર નજર રાખવામાં આવી રહી છે. ૧૫૦થી ૨૦૦ વસ્તુઓ પર રેટમાં ઘટાડાને લઇને ચર્ચા થનાર છે. જીએસટીમાં ચાર સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે જેમાં પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકાનો સમાવેશ થાય છે.

Related posts

पंजाब में किसान आंदोलन से रेलवे को हुआ ‘2200 करोड़ का नुकसान’

editor

મોદીની આસામ, અરૂણાચલ યાત્રાને લઇ તમામ તૈયારીઓ

aapnugujarat

राष्ट्रपति चुनाव में विपक्षी एकता की परीक्षा होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1