Aapnu Gujarat
રાષ્ટ્રીય

તરુણ તેજપાલના છુટકારા વિરુદ્ધ ગોવા સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી

બહુચર્ચિત પત્રકાર તરુણ તેજપાલને મહિલા પત્રકારના કથિત યૌન શોષણ માટે ગોવાની નીચલી કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા. સાથે સાથે નીચલી કોર્ટે પોલીસની તપાસને પણ શંકાના કઠેડામાં મુકી હતી. કોર્ટે તરુણ તેજપાલને શંકાનો લાભ આપીને છોડી મુકતા કહ્યુ હતુ કે, તપાસ દરમિયાન ગોવા પોલીસે પૂરાવાઓ નષ્ટ કર્યા હતા અને યોગ્ય સાક્ષીઓ રજૂ કર્યા નહોતા.
દરમિયાન નીચલી કોર્ટના ચુકાદા સામે હવે ગોવા સરકારે મહિલા પત્રકારને ન્યાય અપાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે.
જ્યારે તરુણ તેજપાલને નીચલી કોર્ટે છોડી મુક્યા હતા ત્યારે કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ગોવા પોલીસે તપાસ દરમિયાન ફાઈવ સ્ટાર હોટલના પહેલા ફ્લોર પરના સીસીટીવી ફૂટેજ નષ્ટ કરી દીધા હતા. જે એક મહત્વનો પૂરાવો હતો. નિષ્પક્ષ તપાસ કોઈ પણ આરોપીનો મૌલિક અધિકાર છે.
દરમિયાન કોર્ટે પોતાના ચુકાદામાં આગળ કહ્યુ હતુ કે, તપાસ અધિકારીએ ગ્રાઉન્ડ, ફ્લોર, બીજા ફ્લોરના સીસીટીવી ફૂટેજ ભેગા કર્યા હતા. જોકે પહેલા ફ્લોરના ફૂટેજ કોર્ટમાં રજૂ કરાયા નહોતા. જે તપાસમાં મહત્વની ચૂક હતી. તપાસ અધિકારીએ સીસીટીવી ફૂટેજ સાથે પીડિતાના નિવેદનની સરખામણી પણ નહોતી કરી. જે આ તપાસમાં સૌથી નિષ્પક્ષ પૂરાવો હોત. અદાલતે કહ્યુ હતુ કે, તપાસ અધિકારીની જવાબદારી બને છે કે, તે નિષ્પક્ષ તપાસ કરે અને સત્યને સામે લાવે.

Related posts

ભાજપે રાફેલ સોદા અંગે શક્ય તેટલું ઓછું બોલવું જોઇએ : શિવસેના

aapnugujarat

Tiware dam breached in Maharashtra’s Ratnagiri district, 6 died, 19 missing

aapnugujarat

૧૬મીએ સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1