Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપે રાફેલ સોદા અંગે શક્ય તેટલું ઓછું બોલવું જોઇએ : શિવસેના

શિવસેનાએ પોતાની સહયોગી ભારતીય જનતા પાર્ટીને સલાહ આપી કે તે રાફેલ સોદા પર ઓછુ બોલે, જેના મુદ્દે કોંગ્રેસ ભ્રષ્ટાચારનાં આરોપો લગાવી રહ્યું છે.
શિવસેનાએ ચેતવણી ઉચ્ચારી છે કે બિનજરૂરી નિવેદનબાજીથી રાષ્ટ્રીય પાર્ટી મુશ્કેલીમાં મુકાઇ શકે છે. શિવસેનાએ કહ્યું કે, જો ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પડકારોને ઇલેક્ટ્રોનિક મીડિયા તરફથી મળી રહેલા કવરેજથી સંતુષ્ટ રહે તો નમો ટીવી પર પ્રતિબંધથી બચી શકાયું હોત.ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી પાર્ટીએ જલગામમાં એક જનસભા દરમિયાન મહારાષ્ટ્રનાં મંત્રી ગિરીશ મહાજનની સામે ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હાલનાં ઘર્ષણ મુદ્દે પણ રાષ્ટ્રીય પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આ પ્રકારનાં વીડિયોનાં કારણે પાર્ટીની શાખને ખુબ જ નુકસાન પહોંચી રહ્યું છે.
પાર્ટીએ પોતાનાં મુખપત્ર સામનામાં સંપાદકીય લખ્યું, ચોકાવનારો વીડિયો (ઘર્ષણનો) સમગ્ર દેશમાં જોવાયો. ભાજપે પાર્ટીમાં ગુંડાઓની ભરતી કરી અને તેને વાલ્મિકીમાં બદલી નાખ્યા. જો કે અહીં અનુભવી વાલ્મીકિ ગુંડામાં બદલી ગયા અને હિંસા પર ઉતરી આવ્યા. તેમણે કહ્યું કે, એટલું જ નહી માત્ર મહાયુતિ (ભાજપ-શિવસેના ગઠબંધન) ના પ્રચાર પર ધબ્બો છે પરંતુ સમય આવી ચુક્યો છે કે ભાજપ આ અંગે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે. શિવસેનાએ કહ્યું કે શક્ય ત્યાં સુધી રાફેલ મુદ્દે તેમણે અહંકાર છોડી દેવાની જરૂર છે સાથે સાથે સંયમ વર્તવાની જરૂર છે. સંરક્ષણ મંત્રીથી માંડીને બીજા નેતાઓ જે ઇચ્છે તે બોલી રહ્યા છે. રાફેલ મુદ્દે આટલા ઉચ્ચ મંત્રીઓનો આવો વાણીવિલાસ યોગ્ય નથી. મુખપત્રમાં કહેવાયું કે, તેના કારણે પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. માટે અમારી સલાહ છે કે જેટલું ઓછું બોલો તેટલું સારુ છે.

Related posts

૨૦૧૯માં ભાજપ જીતશે તો રામને બદલે મોદીના મંદિરો બંધાશે : તેજસ્વી

aapnugujarat

રાહુલ ગાંધી ૧ માર્ચથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે

aapnugujarat

Defence Minister Rajnath Singh warns Pakistan, says Now the discuss will be on PoK

aapnugujarat

Leave a Comment

UA-96247877-1