Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : પાંચમાં તબક્કામાં રાષ્ટ્રીય પક્ષમાં ૧૫૦ ઉમેદવાર છે

એડીઆરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હજુ સુધી ચાર તબક્કામાં મતદાન યોજાઈ ચુક્યું છે. પાંચમાં તબક્કામાં હવે છઠ્ઠી મેના દિવસે ૫૧ સીટો ઉપર મતદાન થનાર છે. આગામી તબક્કામાં પક્ષોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય રાજકીય પક્ષોના ઉમેદવારની સંખ્યા ૧૫૦ નોંધાયેલી છે જ્યારે ધોરણ ૫થી ૧૨માં સુધી અભ્યાસ કરી ચુકેલા ઉમેદવારોની સંખ્યા ૪૦ ટકાની આસપાસ છે. એટલે કે સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ પર ૬૭૪ ઉમેદવાર પૈકી ૪૦ ટકા ઉમેદવાર પાંચથી ૧૨માં સુધી અભ્યાસ કરી ચુક્યા છે જ્યારે કુલ ઉમેદવાર પૈકી બાવન ટકા ઉમેદવાર સ્નાતક અથવા તો તેનાથી વધારેની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. કમનસીબ બાબત એ છે કે, આ વખતે પણ ચૂંટણી મેદાનમાં કુલ ઉમેદવાર પૈકી ૪૩ ઉમેદવાર એવા છે જે ઉમેદવાર માત્ર સાક્ષર છે જ્યારે છ ઉમેદવાર નિરીક્ષર રહેલા છે. ૧૯૩ કરોડની સંપત્તિ લખનૌમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પૂનમ સિંહાની રહેલી છે. પાંચ કરોડ અથવા તો તેનાથી વધુની સંપત્તિ ધરાવનાર ઉમેદવાર ૦૯ ટકાની આસપાસ છે. ચૂંટણી મેદાનમાં રહેલા કુલ ઉમેદવાર પૈકી ૨૦૮ ઉમેદવારોની વય ૨૫થી ૪૦ વર્ષ વચ્ચેની છે જ્યારે ૧૧૩ ઉમેદવારોની વય ૬૧થી ૮૦ વર્ષની વચ્ચેની છે. ૩૪૩ ઉમેદવારોની વય ૪૦થી ૬૦ વર્ષ વચ્ચેની છે. પાંચમાં તબક્કામાં કુલ ૬૭૪ ઉમેદવાર છે જે પૈકી અપરાધિક મામલાવાળા ૧૯ ટકા ઉમેદવાર છે જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા આ તબક્કામાં ૧૨ ટકાની આસપાસ છે. કરોડપતિ ઉમેદવારની સંખ્યા આ તબક્કામાં ૨૮ ટકાની આસપાસ છે. ઉમેદવારોના સંદર્ભમાં એડીઆર દ્વારા ઉમેદવારીપત્ર દાખલ કરતી વેળા રજૂ કરવામાં આવેલી વિગતોના આધાર પર માહિતી મેળવવામાં આવી છે. કરોડપતિ અને કલંકિત ઉમેદવારોની વાત કરવામાં આવે તો આ તબક્કામાં કોંગ્રેસ પાર્ટી કરતા ભાજપના ઉમેદવારોની સંખ્યા વધારે છે. ઉમેદવારોની સંપત્તિની વાત કરવામાં આવે તો ૩૧.૨૭ કરોડ રૂપિયાની સરેરાશ સંપત્તિ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની છે. પ્રથમ તબક્કામાં કોંગ્રેસના ઉમેદવાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડીની સંપત્તિ સૌથી વધુ નોંધાઈ છે. હજુ સુધી પાંચ તબક્કામાં ઉમેદવારોની સંપત્તિમાં અભ્યાસ કરવામાં આવે તો જાણવા મળે છે કે, ચેવેલ્લાના ઉમેદવાર કોંડાની સંપત્તિ ૮૯૫ કરોડ રૂપિયા નોંધાઈ છે.

Related posts

गरीबी रेखा से नीचे ६५ प्रतिशत हैं किसान, क्या आप भूल गए : मुलायम ने सरकार से पूछा

aapnugujarat

दिल्ही में प्रदुषण को लेकर सुप्रीम ने लगाई फटकार

aapnugujarat

રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં ૩.૭૭ ટકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1