Aapnu Gujarat
મનોરંજન

આલિયામાં મને મારી પુત્રી દેખાય છે : કરણ જોહર

ખમતીધર ફિલ્મ સર્જક કરણ જોહરે કહ્યું હતું કે હું આલિયા ભટ્ટને અભિનય કરતાં જોઉં ત્યારે મારી પુત્રી અભિનય કરતી હોય એવો અહેસાસ મને થતો હોય છે. અભિનેત્રી કમ ટીવી હોસ્ટ નેહા ધૂપિયાના ચેટ શોમાં હાજર રહેલા કરણ જોહરે સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટની પુત્રી આલિયાને પહેલી તક પોતાની ૨૦૧૨ની હિટ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરમાં આપી હતી. આલિયાની પ્રતિભાને સૌ પ્રથમ એણે પિછાણી હતી. ત્યારબાદ તો આલિયાએ ઘણી હિટ ફિલ્મો આપી. એની છેલ્લી ફિલ્મ મેઘના ગુલઝારની રાઝીએ બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડનો બિઝનેસ નોંધાવતાં રાતોરાત આલિયા એ લિસ્ટના કલાકારોની હરોળમાં આવી ગઇ હતી.
કરણે કહ્યું કે મારી આગામી ફિલ્મ કલંક હાલ ફ્લોર પર છે. એમાં આલિયાનો એક શોટ જોઇને હું ગદ્ગદ થઇ ગયો હતો એટલું અદ્ભુત કામ એણે કર્યું હતું. ’જો કે એ શોટની વિગતો હાલ હું જાહેર નહીં કરું. પરંતુ એક વાત જરૃર કહીશ. આલિયાને હું અભિનય કરતાં જોઉં ત્યારે મને એવું લાગ્યા કરે છે જાણે મારી પુત્રી અભિનય કરી રહી છે. મારી ભીતર કંઇક થઇ જાય છે અને મારી આંખો ભીંજાઇ જાય છે. ’

Related posts

માહિરા હાલમાં પાકિસ્તાની ફિલ્મોને લઇ વ્યસ્ત

aapnugujarat

કોમેડિયન કૃષ્ણા અભિષેકે મામા ગોવિંદા સાથેના વિવાદ નો કર્યો ખુલાસો

editor

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1