Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા આરટીઓમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટને લઇ ભ્રષ્ટાચાર

રાજ્યભરમાં વાહનોની નંબર પ્લેટને હાઈ સિકયુરિટી નંબર પ્લેટ કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં લગાવવામાં આવતી નંબર પ્લેટ હલકી ગુણવત્તાની હોવાથી વાહન ચાલકો પરેશાન થયા છે. આ સાથે હાઈ સિકયુરિટી નંબરપ્લેટ લગાવવા માટે વાહનચાલકોએ ૧૦૦ રૂપિયા વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે, ત્યારે સાબરકાંઠા આરટીઓમાં નંબર પ્લેટને લઇ ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર દેશના આરટીઓ દ્વારા તમામ વાહનોની રજિસ્ટ્રેશન નંબર પ્લેટને હાઈ સિક્યુરિટી લગાવવામાં આવી રહી છે, જેને લગાવવાની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર છે, ત્યારે સમગ્ર રાજ્યમાં મોટાભાગના આરટીઓમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાની આરટીઓ દ્વારા પણ જિલ્લામાં થયેલ રજિસ્ટ્રેશન પૈકીના ૫૦૦૦ જેટલા જ નંબરપ્લેટ લગાવાવની બાકી છે. ત્યારે સાબરકાંઠા આરટીઓ દ્વારા લગાડવામાં આવતી નંબર પ્લેટ હલકી ગુણવત્તાની હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ જયારે વાહન ચાલકો હાઈ સિકયુરિટી નંબર પ્લેટ લગાવવા જાય છે, ત્યારે સરકારે નક્કી કરેલા દર કરતા ૧૦૦ રૂપિયા વધુ ચુકવવા પડે છે અને ૫૦ રૂપિયા જેટલો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાના લેવાય છે અને બીજા ૫૦ રૂપિયા જેટલા નંબરપ્લેટ ફિટ કરવાના લેવામાં આવે છે. તો વાહન ચાલકે લગાવેલી નંબર પ્લેટ ૩ થી ૪ માસમાં જ બરડ થઇ તૂટી જાય છે તો બીજી તરફ પ્લેટનો કલર ઉખડી જતો હોય છે ત્યારે નંબરપ્લેટ કોરી થઇ જાય છે.
એક તરફ જિલ્લાના વાહન ચાલકો દ્વારા લગાવેલ નંબર પ્લેટની ગુણવત્તા હલકી હોવાથી વાહન ચાલકો દંડાઈ રહ્યા છે તો બીજી તરફ આરટીઓ અધિકારી બચાવ કરતા કહી રહ્યા છે કે, કલર આછો થવાના કિસ્સામાં આરટીઓ દ્વારા ચાર્જ વસૂલ્યા વિના કલર કરી આપવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે ખુદ આરટીઓના અધિકારીઓ પણ એક રીતે સ્વીકારી રહ્યા છે કે, હાઈ સિકયુરિટી નંબર પ્લેટની ગુણવત્તા યોગ્ય નથી.

Related posts

પાણી પુરવઠા માટેના વિજળી જોડાણને ૨૪ કલાક પુરવઠો :રાજ્ય સરકારનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય

aapnugujarat

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં ત્રણ આરોપી દસ દિવસના રિમાન્ડ ઉપર

aapnugujarat

अमित शाह ने आरएएफ परेड का निरीक्षण किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1