Aapnu Gujarat
ગુજરાત

લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં ત્રણ આરોપી દસ દિવસના રિમાન્ડ ઉપર

દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં પકડાયેલા દહીંયા ગેંગના ત્રણ આરોપીઓ હરિયાણાના સોનીપતના વિનય રમેશકુમાર અરોરા, કર્ણાટકના બીડરના વતની મહાદેવ દત્તાત્રેય અસ્તુરે અને વિનોદ બંસીલાલ રાઠોડને કોર્ટે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. પોલીસે આજે આ ત્રણેય આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસ તરફથી આરોપીઓની રિમાન્ડ અરજીમાં જણાવાયું હતું કે, આરોપીઓ ગુજરાત સહિત અન્ય રાજયોમાં પેપર લીકના કૌભાંડમાં સંડોવણી ધરાવે છે અને તેઓની સામે આ અંગેના સંખ્યાબંધ ગુનાઓ પણ નોંધાયેલા છે. પ્રસ્તુત કેસમાં આરોપીઓએ કર્ણાટકના મનીપાલ ખાતેના પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક કરાવ્યું તેમાં તેઓને મદદગારી કરનારા અને નાસતા ફરતા ત્રણ આરોપીઓની જાણકારી તેઓની પાસેથી મેળવવાની છે. આ સમગ્ર કૌભાંડમાં હજુ અન્ય આરોપીઓ પણ નાસતા ફરે છે, તેથી તેમના વિશેની પણ માહિતી મેળવવાની છે. આરોપીઓને સાથે રાખી દિલ્હી, હરિયાણા, કર્ણાટક સહિતના રાજયોમાં અને સ્થળોએ તપાસ કરવા જવાનું છે અને સમગ્ર કૌભાંડની ખૂટતી કડીઓની તપાસ કરવાની છે, તેથી કોર્ટે તેઓના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ ત્રણેય આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, એટીએસ અને ગાંધીનગર પોલીસના સંયુકત ઓપરેશનમાં પેપર લીક કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપીઓ એવા દહીંયા ગેંગના ત્રણ આરોપીઆહરિયાણાના સોનીપતના વિનય રમેશકુમાર અરોરા, કર્ણાટકના બીડરના વતની મહાદેવ દત્તાત્રેય અસ્તુરે અને વિનોદ બંસીલાલ રાઠોડને પોલીસે ગઇકાલે ધરપકડ કરી સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં એવી ચોંકાવનારી વાત સામે આવી હતી કે, હરિયાણા અને દિલ્હી સ્થિત આ પ્રોફેશનલ ગેંગે કર્ણાટના ત્રણ આરોપીઓની મદદથી કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લાના મનીપાલ ખાતેના પ્રિન્ટીંગ પ્રેસમાંથી લોકરક્ષક દળના પ્રશ્નપત્રની ચોરી કરાવી હતી. આ પ્રકરણમાં પ્રિન્ટીંગ પ્રેસમાંથી પેપર લીક કરવામાં મદદગારી કરનારા ત્રણથી ચાર આરોપીઓ નાસતા ફરે છે. પ્રોફેશનલ ગેંગના ઉપરોકત ત્રણ મુખ્ય આરોપીઓએ કર્ણાટકના સ્થાનિક ત્રણ આરોપીઓને રૂ.૩૦-૩૦ હજારમાં ગુજરાતના એલઆરડી પેપરની ચોરી કરવાનું કામ સોંપ્યુ હતું કે જે કર્ણાટકના મનીપાલ પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવા માટે ગયુ હતુ. આ સહઆરોપીઓએ પ્રિન્ટીંગ પ્રેસની બાજુમાં આવેલા ડિસ્ટ્રકશન રૂમ મારફતે પ્રવેશ મેળવ્યો હતો અને પ્રિન્ટીંગમાં ડાઇ પર જે પેપર હતું, તેના ફોટા પાડી લીધા હતા અને પેપરની ચોરી કરી હતી. જો કે, આ સ્થળ પર સીસીટીવી કેમેરા નહી હોવાથી આરોપીઓની શોધખોળ ભારે મુશ્કેલ બની હતી પરંતુ ગુજરાત પોલીસે ડિજિટલ ફુટ પ્રિન્ટ્‌સ અને ટેકનીકલ ઇનપુટ્‌સ પર ખૂબ ભાર મૂકી સમગ્ર કેસમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી ત્રણેય મુખ્ય આરોપીઓને ઝડપી લીધા હતા.

Related posts

સમી ખાતે લાયબ્રેરીનું લોકાર્પણ

aapnugujarat

રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈને સી.આર. પાટીલનું મોટું નિવેદન આવ્યું સામે

aapnugujarat

અમરાઈવાડીમાં પિતાએ પુત્રની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1