Aapnu Gujarat
શિક્ષણ

હાલોલની શાળામાં શિક્ષકોએ બે વિદ્યાર્થીનું મુંડન કરી ફેરવ્યા

પંચમહાલ જિલ્લાના હાલોલની સરસ્વતી સ્કૂલમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી હતી. જેમાં સ્કૂલના જ બે શિક્ષકોએ બે સ્ટુડન્ટનું મુંડન કરી સ્કૂલમાં ફેરવ્યા હતા. જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, રાજયના શિક્ષણજગતમાં આ ઘટનાને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વિવાદ વધુ વકરતાં શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે સ્કૂલના બંને શિક્ષકોને સસ્પેન્ડ કરી દઇ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, બીજીબાજુ, શિક્ષણજગતને લાંછન લગાવતી આ ઘટના હોવાથી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના હાલોલની સરસ્વતી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓના વાળ મોટા હોવાથી તેમને સૂચના આપી શિસ્તના પાઠ ભણાવવાના બદલે શાળાના બે શિક્ષકો શ્યામલ શાહ અને રોનક જહાંએ બંને વિદ્યાર્થીઓને જબરજસ્તી પકડી હેર કટિંગની દુકાને લઇ જઇ બંનેના મુંડન કરાવી નાંખ્યા હતા. એટલું જ નહી, છાકટા બનેલા આ શિક્ષકો દ્વારા બંને વિદ્યાર્થીઓને મુંડન કરાયેલી સ્થિતિમાં સ્કૂલના દરેક વર્ગમાં ફેરવી હાંસીને પાત્ર બનાવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી ગઇ હતી. તો આ સમાચાર વાયુવેગે ફેલાતાં સમગ્ર પંથકમાં અને શિક્ષણજગતમાં તેના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. વાત આટલેથી અટકી ન હતી, બંને શિક્ષકોએ મુંડન કરાયેલા આ બંને વિદ્યાર્થીઓને સ્કૂલના દરેક કલાસમાં ફેરવીને અન્ય વિદ્યાર્થીઓને ધમકી આપી હતી કે, હવેથી કોઈપણ વિદ્યાર્થી મોટા વાળ રાખી આવશે તો તેમને પણ આવી રીતે ટકો કરી સ્કૂલમાં ફેરવવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. તો, ઘટનાને લઇ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં શિક્ષકો પરત્વે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો.
સમગ્ર મામલાનો વિવાદ વધુ વકરતાં શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે સ્કૂલના બંને શિક્ષકોને સસ્પેન્ડ કરી દઇ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, બીજીબાજુ, શિક્ષણજગતને લાંછન લગાવતી આ ઘટના હોવાથી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.

Related posts

બડોલી ગામની એચ.જાની હિંગવાલા સ્કૂલમાં અટલ ટિકરિંગ લેબનું ઉદ્‌ઘાટન કરાયું

aapnugujarat

ICSE શાળામાં ધો. ૯ અને ૧૧ પરીક્ષા બોર્ડ લેશે

aapnugujarat

आनंदनिकेतन स्कुल के मेसेज से विवादः अभिभावकों में रोष

aapnugujarat

Leave a Comment

UA-96247877-1