Aapnu Gujarat
ગુજરાત

૧૮ મહિનામાં ૮ કરોડ LPG જોડાણનું લક્ષ્યાંક પૂર્ણ કરાશે

દેશના ગરીબ પરિવારોને રસોઇ ગેસથી લાભાન્વિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું મહત્વપૂર્ણ વિસ્તરણ કરવામાં આવ્યું છે અને તેમાં એસઇસીસી કે પછીની સાત કેટેગરીમાં સમાવિષ્ટ ના હોય તેવા કોઇપણ ગરીબ પરિવારોને પણ ઉજ્જવલા યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે હવે આવા વંચિત ગરીબ પરિવારો કેવાયસી, આધારકાર્ડ અને બેંક ખાતાની વિગત સહિતના પુરાવા રજૂ કરી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવી શકશે. ગુજરાત સહિત દેશભરમાં હાલ ૨૫ કરોડથી વધુ એલપીજી કનેકશન થઇ ગયા છે. એટલે કે, લગભગ ૯૦ ટકા હિસ્સો એલપીજી જોડાણથી કવર થઇ ગયો છે. તે જોતાં આગામી દોઢેક વર્ષમાં વધુ આઠ કરોડ એલપીજી જોડાણનું લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે એમ અત્રે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર અને સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર એસ.એસ.લાંબાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ ૯૩ એલપીજી જોડાણો અપાયા છે, તેમાંથી ઉજ્જવલા યોજના હેઠળ કુલ ૧૯.૯૬ લાખ લાભાર્થીઓને એલપીજી જોડાણ અપાયા છે. ગુજરાતમાં હાલ એલપીજીના ૮૧૦ ડિસ્ટ્રીબ્યુટર છે અને આગામી છ મહિનામાં વધુ ૨૮૬ ડિસ્ટ્રીબ્યુટરો નીમાશે, જેના કારણે આ યોજનાના વિસ્તાર અને અમલીકરણની પ્રક્રિયા વધુ વેગવંતી બનશે. આઇઓસીના એકઝીકયુટીવ ડાયરેકટર એસ.એસ.લાંબાએ વધુમાં ઉમેર્યું કે, દેશમાં હાલ એલપીજી ઉત્પાદનની સામે વપરાશ વધુ છે અને તેના કારણે અત્યારે ૧૪ મિલિયન ટન એલપીજીની ગલ્ફ કન્ટ્રીઝમાંથી આયાત કરવી પડે છે. ભારતમાં હાલ એલપીજી ઉત્પાદન ૧૧ મિલિયન ટન છે, તેની સામે વપરાશ ૨૫ મિલિયન ટન છે. સને ૨૦૩૦ સુધીમાં દેશમાં એલપીજી ઉત્પાદન ક્ષમતા વધીને ૧૮થી ૧૯ મિલિયન ટન થવાની શકયતા છે. ગત તા.૧.૫.૧૬ ના રોજ ઉત્તર પ્રદેશના બાલીયામાં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે રૂ.૧૨,૮૦૦ કરોડની બજેટરી જોગવાઈ કરી છે. આ યોજના અંતર્ગત બીપીએલ પરિવારોની મહિલા સભ્યને પાંચ કરોડ એલપીજી જોડાણો માર્ચ-૨૦૧૯ સુધીમાં આપવાના છે અને માર્ચ ૨૦૨૦ સુધીમાં વધારાના ૩ કરોડ એલપીજી જોડાણો આપવાના છે. પરંતુ આ પાંચ કરોડનો લક્ષ્યાંક ઇન્ડસ્ટ્‌એ ઓગસ્ટ-૨૦૧૮માં હાંસલ કરી લીધો છે અને તેથી હવે આગામી દોઢ વર્ષમાં વધુ આઠ કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવાનું નકકી કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો વ્યાપ ગયા વર્ષે વિસ્તાર્યો હતો અને તેમાં નવી ૭ કેટેગરીઓ જેમ કે એસસી/એસટી પરિવારો, પ્રધાન મંત્રી આવાસ યોજના પીએમએવાઇ)ના લાભ મેળવનારાઓ (ગ્રામીણ), અંત્યોદય અન્ના યોજના (એએવાય), વન રહેવાસીઓ, મોસ્ટ બેકવર્ડ ક્લાસ (એમબીસી), ટી અને એક્સ્‌-ટી ગાર્ડન જનજાતિ, આઇલેન્ડ્‌સ / નદીના ટાપુઓમાં રહેતા લોકોનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ હવે તાજેતરમાં તા.૧૮મી ડિસેમ્બરથી સરકારે એસઇસીસી સૂચિમાં કે ઉપરોત સાત કેટેગરીમાં ના હોય તેવા તમામ ગરીબ પરિવારોને આ યોજનાનો લાભ આપવાના હેતુથી આવરી લીધા છે. તેથી તમામ ગરીબ પરિવારો આ યોજનાથી લાભાન્વિત થશે. એસ.એસ. લાંબાએ અંતમાં ઉમેર્યું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એક ક્રાંતિ છે, જેણે દેશના ગરીબ ઘરોના રસોડાને સ્વચ્છ રસોઇ બળતણ આપીને ધુમાડા અને બિમારીથી મુકિત આપી સૌથી મોટી સામાજિક પહેલ ચરિતાર્થ કરી છે.

Related posts

સુરતની કોર્ટે ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારી

aapnugujarat

નરોડામાં સ્મશાનગૃહ નજીકથી કોન્સ્ટેબલની લાશ મળી

aapnugujarat

ભાજપના કાર્યકરો પરપ્રાંતિયોને ભગાડી રહ્યા છે : અલ્પેશ ઠાકોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1