Aapnu Gujarat
ગુજરાત

ટેકાના ભાવે ૧૧૮૯ કરોડની મગફળીની ખરીદી થઈ ચુકી

રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બર થી ૧ ડિસેમ્બર સુધીમાં રાજ્યભરમાં ૧૧૯૨૭૯ ખેડૂતો પાસેથી ૧૧૮૯.૯૧ કરોડની કિંમતની ૨૩૭૯૮૩૩ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ત્રીજી જાન્યુઆરી ૨૦૧૯ની સ્થિતિએ કુલ ૮૫૦૮૯ ખેડૂતોને ૮૫૫.૦૬ કરોડનું ચુકવણું પણ કરવામાં આવ્યું છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા તા. ૧લી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નોંધણીના ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૩/૧/૨૦૧૯ સુધીમાં રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૧૧૯૨૭૯ ખેડૂતો પાસેથી કુલ ૧૧૮૯.૯૧ કરોડની કુલ ૨૩૭૯૮૩૩ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. યાદીમાં જણાવ્યા મુજબ ખરીદ કેન્દ્રો ખાતે પૂરતી સંખ્યામાં બારદાન, વજનકાંટા તથા ખરીદી પ્રક્રિયા માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે અને તા.૦૧/૦૧/૨૦૧૯થી ક્રમાનુસાર વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે.

Related posts

રાજયના તમામ બાર એસો.ની ચૂંટણી હવે ૨૨ ડિસેમ્બરે થશે

aapnugujarat

शहर में सब्जी की आय ५० फीसदी कमी से कींमत बढ़ी

aapnugujarat

લોકલ ક્રાઈમ બ્રાન્ચે મ.પ્ર.ની પુષ્પા ગેંગના ત્રણને ઝડપ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1