Aapnu Gujarat
શિક્ષણ

બડોલી ગામની એચ.જાની હિંગવાલા સ્કૂલમાં અટલ ટિકરિંગ લેબનું ઉદ્‌ઘાટન કરાયું

ઈડર તાલુકામાં આવેલ બડોલી ગામમાં શ્રી આર.એચ.જાની હિંગવાલા હાઇસ્કુલ ખાતે પ્રજાસત્તાક દિને કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ફાળવવામાં આવેલ અટલ ટિકરિંગ લેબનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ડૉ. એ. પી. સુથાર (એમ.ડી.)ના વરદહસ્તે રિબિન કાપી શાળાના બાળકો માટે ખુલ્લું મુકાવામાં આવ્યું હતું તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા ટિકરિંગ લેબ નિહાળી તેમાં થનારા કાર્યોની માહિતી મેળવવામાં આવી હતી જેમાં ઇલેક્ટ્રિકલ , ઇલેક્ટ્રોનિક્સ, તેમજ રોબોટીક્સને લગતા મોડેલ તથા તેને લગતા વર્કશોપ કરી શકાશે. વિદ્યાર્થી ટેકનિકલ ક્ષેત્રમાં વધુમાં વધુ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે તે હેતુથી આ લેબનું આયોજન કરવામાં આવ્યું છે. આ લેબ દ્વારા બાળકની ટેકનિકલ સ્કિલ પણ ડેવલોપ કરી શકાશે, વધુમાં વિદ્યાર્થીઓને કંઈક નવું જાણવાની અને કંઈક નવું કરવાની પ્રેરણા સાથે બાળકનો વિકાસ વધતો રહેશે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

સાબરકાંઠાનાં પોશીના તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

aapnugujarat

વિજાપુર સીઆરસી દ્વારા શિક્ષણનો નવતર પ્રયોગ શરૂ કરાયો

editor

૧૫ જુલાઈથી ધો.૧૨, પોલિટેકનિક – કોલેજાે ખુલશે

editor

Leave a Comment

UA-96247877-1