Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ આરોગ્ય વિભાગની સમય સુચકતાથી ૩ ગ્રામ હિમોગ્લોબીનવાળા બાળકને નવજીવન મળ્યુ

        વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયાના સેવા વિસ્તારમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત મેડિકલ ઓફિસર દ્વારા ૩ ગ્રામ હિમોગ્લોબીન વાળા બાળકને શોધવામાં આવ્યો હતો અને તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવી છે. ૮ વર્ષના બાળકને વિરમગામના નાઇસ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે અને બાળકને નવજીવન મળ્યુ છે.
પ્રા.આ.કેન્દ્ર ગોરૈયાના મેડીકલ ઓફિસર ડો.સંગીતા પટણીએ જણાવ્યુ હતુ કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત મેડિકલ ઓફિસર દ્વારા તારીખ 28/ 12/ 2018 ના રોજ પ્રાથમિક શાળા ગોરૈયા માં એક બાળક નામ વાઘરી નીતિનભાઈ કરશનભાઈ,ઉંમર 8 વર્ષ, હિમોગ્લોબીન ની તપાસ કરતા 3 ગ્રામ જાણવા મળેલ હતુ. નીતિન ના પિતા મરણ પામેલ છે તેના પાંચ ભાઈ બહેન છે તેની માતા અને ભાઈઓ ખેત મજૂરી એ જઈ પોતાનું ગુજરાન ચલાવે છે. તારીખ 3/1/2019ના રોજ મેડીકલ ઓફિસર દ્વારા બાળક નીતિનના ઘરની રૂબરૂ મુલાકાત લેતા તેની માતા ખેત મજુરી કામ અર્થે ખેતરમાં ગયેલ હતી. અમો દ્વારા આશા અને બાળક સાથે તેની માતા જ્યાં ખેતરમાં કામ કરતી હતી ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લીધેલ અને ત્યાર બાદ તેની લોહી ની ટકાવારી ઓછી હોય તે માટે સારવાર કરવા માટે એન આર સી માં દાખલ થવા સમજાવેલ. પરંતુ તેની માતાએ કહ્યું કે જો અમો ખેતરે મજૂરીએ ના જઈએ તો અમારું ગુજરાન ચાલી શકે તેમ નથી તેથી બાળકને તેની સારવાર માટે અમો દ્વારા બાળ સખા ૩ માં એમ.ઓ.યુ કરેલ નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ બાળકની સારવાર કરવા માટે વાત કરેલ અને તેનો blood transfusion નો ખર્ચ,અમોએ રોગી કલ્યાણ સમિતિ આપવાનું કહેલ હતુ. તે માટે પ્રા.આ.કેન્દ્ર ગોરૈયાના મ.પ.હે.વ ને રેડ ક્રોસ મા મોકલતા ત્યાં 3 PCV ના 5400 રૂપિયા કહ્યા તેથી અમોએ તાલુકા હેલ્થ ઓફિસર ડો વિરલ વાઘેલા સાહેબને ફોન કરી સઘળી માહિતી આપેલ હતી. તેઓએ રેડક્રોસના HOD ડોક્ટર વિશ્વાસ ને ફોન કરી ઇમેલ કરેલ તેથી અમોને બ્લડ transfusion નો ખર્ચ માફી કરવામાં આવ્યો હતો. તા.4/1/2019 ના પિડિયાટ્રિક ડોક્ટર રોહિતભાઈ પટેલ દ્વારા  બાળક નિતીન ને PCV ની સારવાર શરૂ કરવામાં આવી અને તેઓએ કહેલ કે જો આ બાળકની સારવાર એક અઠવાડિયામાં ન કરવામાં આવી હોત તો બાળક congestive cardiac failureમાં જતું રહેલ હોત. તેના લક્ષણો બાળકમાં દેખાવાના શરૂ થઈ ગયેલ હતા .આ રીતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોરૈયા ની ટીમ અને તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ તથા nice children hospital   દ્વારા એક ગરીબ બાળકને નવું જીવતદાન આપવામાં આવ્યું છે.

Related posts

વિરમગામ તાલુકાની આશા બહેનોએ પ્રોત્સાહક રકમમાં ૫૦ ટકા વધારાના સરકારના નિર્ણયને વધાવ્યો

aapnugujarat

विश्व के १०० महानतम स्थानों की सूची में स्टैचू ऑफ यूनिटी

aapnugujarat

દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1