Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ તાલુકાની આશા બહેનોએ પ્રોત્સાહક રકમમાં ૫૦ ટકા વધારાના સરકારના નિર્ણયને વધાવ્યો

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા માટે યોગદાન આપતી આશા બહેનોને જે પ્રોત્સાહક વેતન મળે છે તેમાં પ્રતિ માસ ૫૦ ટકાનો વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. એપ્રીલ ૨૦૧૭ થી ઓક્ટોબર ૨૦૧૭ સુધીનું આશા બહેનોને જે પ્રોત્સાહક રકમ મળી છે તેમાં ૩૦ ટકાના વધારાનું એરીયર્સ ચુકવવામાં આવશે અને ત્યારબાદ દરેક મહિને આશાને પ્રોત્સાહક રકમમાં ૩૦ ટકાનો રાજ્ય સરકારનો વધારો ઉમેરીને પ્રોત્સાહક રકમ ચુકવવામાં આવશે તેવો આરોગ્ય વિભાગે તારીખઃ- ૧૮/૧૦/૧૭ના રોજ પરીપત્ર કર્યો હતો. પરંતુ નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે આશા બહેનો આપવામાં આવતા માનદ વેતનમાં ૫૦ ટકાના વધારાની જાહેરાત કરતા વિરમગામ તાલુકાની આશા બહેનોએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વેતન વધારાના નિર્ણયને વધાવીને હર્ષની લાગણી વ્યક્તિ કરી હતી.

વિરમગામ તાલુકાની આશા બહેનોએ જણાવ્યુ હતુ કે, આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી પડોચાડવા માટે આશા બહેનો મહત્વનું યોગદાન આપી રહી છે. ઘણા સમયથી અમે સરકારને વેતન વધારો કરવા માટે રજુઆતો કરતા હતા. રાજ્ય સરકારે આશા બહેનોને જે માનદ વેતન મળે છે તેમાં પ્રતિ માસ ૩૦ ટકા વધારો કરવાનો આપવાનો નિર્ણય કર્યો હતો અને આ ઉપરાંત એપ્રીલ ૨૦૧૭ થી ઓક્ટોબર ૨૦૧૭ સુધીનું આશા બહેનોને જે પ્રોત્સાહક રકમ મળી છે તેમાં ૩૦ ટકાના વધારાનું એરીયર્સ ચુકવવા આદેશ આપવામાં આવતા અમે વિરમગામ તાલુકાની આશા બહેનો ખુબ જ ખુશ છીએ. નવેમ્બર મહિનાથી પ્રતિ માસ આશા બહેનોને પ્રોત્સાહક રકમમાં ૩૦ ટકાનો રાજ્ય સરકારનો વધારો ઉમેરીને પ્રોત્સાહક રકમ ચુકવવામાં આવશે તેવો પરીપત્ર આરોગ્ય વિભાગે કર્યો હતો. પરંતુ નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે આશા બહેનો આપવામાં આવતા માનદ વેતનમાં ૫૦ ટકાના વધારાની જાહેરાત કરતા અમે હર્ષની લાગણી અનુભવીયે છીએ.

Related posts

૯૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની લોકોને ભેટ અપાઈ

aapnugujarat

સણાદર અને દિયોદર તાલુકાના તળાવો ભરવા માટે જે.એ.બારોટે મુખ્યમંત્રીને રજુઆત કરી

editor

ખોવાયેલા 11 મોબાઇલ વિરમગામ રેલ્વે પોલીસે શોધીને માલીકને પરત કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1