Aapnu Gujarat
ગુજરાત

સણાદર અને દિયોદર તાલુકાના તળાવો ભરવા માટે જે.એ.બારોટે મુખ્યમંત્રીને રજુઆત કરી

દિયોદર તાલુકાના સણાદર ગામે રહેતા એડવોકેટ, સામાજિક કાર્યકર અને ભાજપના સક્રિય સભ્ય જે.એ બારોટ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ,બનાસકાંઠા સંસદ સભ્ય પરબતભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી નર્મદા કેનાલથી દિયોદર તાલુકાના ગામોમાં આવેલા તળાવો ભરવા માટેની રજૂઆત કરી છે અને જણાવ્યું હતું કે નર્મદા કેનાલથી દિયોદર તાલુકાના દિયોદર ટાઉનના તથા રૈયા , મુલકપુર, સુરાણા,નવા, વખા , દેલવાડા, લુદ્રા, કોટડા,જાડા, ચમનપુરા, ચગવાડા, ડુચકવાડા ,ભેસાણા વગેરે દિયોદર તાલુકાના ગામો નર્મદાની મેઇન કેનાલ પાસે આવેલા હોઈ પાઇપલાઇન દ્વારા આ ગામોના વિશાળ અને ખાલી તળાવ જો ભરવામાં આવે તો આ ગામોના લોકોને તથા પશુઓને પીવાના પાણીની સમસ્યા હલ થાય તેમ છે તેમજ પાણી જમીનમાં રિચાર્જ થવાથી આ વિસ્તારનાં કૂવા તથા બોરના પાણીના લેવલ ઊંચા આવે તેમજ ખેતીની જમીનને સિંચાઇ માટેની સગવડ મળી રહે જેના કારણે દિયોદર આજુબાજુના ગામોનો આર્થિક વિકાસ થઈ શકે તેમ છે અને લોકોનું જીવનધોરણ ઉંચુ આવે તેમ છે.
લેખિત અરજીમાં દિયોદર પાસેથી પસાર થતી મુખ્ય કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા અથવા તો માયનર કેનાલથી દિયોદર તાલુકાના ઉપરોકત ગામો તેમજ તે સિવાય ના બીજા ગામોના તળાવો ખાલી છે. તે તમામ તળાવો પાણીથી ભરવા માટે લેખિતમાં રજુઆત કરી છે. વધુમાં એડવોકેટ જે. એ.બારોટે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ સણાદરનું વિશાળ સરોવર હાલ એકદમ ઘણાં વર્ષોથી ખાલી છે. વરસાદની અનિયમિતતાને કારણે સણાદર ગામનું તળાવ અને દિયોદર તાલુકાના અન્ય ગામોના તળાવમાં અત્યારે બિલકુલ પાણી નથી. દિયોદર તાલુકાના ગામોની જમીનના પાણીના તળ દર વર્ષે આશરે વીસેક ફૂટ જેટલા પાણી જમીનમાં ઉંડે જતાં જાય છે અને દરિયાનું ખારું પાણી ઉત્તર ગુજરાતની ધરતી નીચે ખુશી આવતું હોય દિયોદર તાલુકાની જમીનમાં તળાવના પાણી ખારા અને ફ્લોરાઈડયુક્ત થઈ ગયા છે જેના કારણે આ વિસ્તારનું પાણી પીવાલાયક રહેલ નથી અને પાણી ઉંડા જવાથી ખેડૂત હવે કુવા ટ્યુબવેલ બનાવીને પણ સિંચાઈ કરી શકે તેમ નથી. જોકે સણાદર ગામે બનાસકાંઠા જિલ્લાનું બીજા નંબરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે જેને નાના અંબાજી તરીકે માનવામાં આવે છે, ત્યાં દર રવિવારે લગભગ ૨૫,૦૦૦ યાત્રા દર્શનાર્થે પધારે છે. દર પુનમે મેળો ભરાય છે અને દર પુનમે મેળો ભરાતો હોય લાખો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે તેમજ ભાદરવી પૂનમ ઉપર ચાર દિવસ સુધી રાત દિવસ સુધી મોટો મેળો ભરાય છે જેમાં ચારેક લાખ લોકો આવતા હોય છે તેવી લેખિત માં રજુઆત કરી હતી.
(તસવીર / અહેવાલ : -રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

प्रगति मैदान में होटल बनेगा : मोदी सरकार का फैसला

aapnugujarat

સુરત પોલીસને હવે મળશે દર અઠવાડિયે વિકલી ઓફ

aapnugujarat

નવસારી જિલ્લામાં ૧ હજાર આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1