Aapnu Gujarat
ગુજરાત

સુરત પોલીસને હવે મળશે દર અઠવાડિયે વિકલી ઓફ

મધ્યપ્રદેશ પોલીસને વીકલી ઓફ આપવાની કમલનાથ સરકારે જાહેરાત કરી હતી ત્યારબાદ હવે ગુજરાતમાં સુરત પોલીસ કમિશ્નરે પ્રશંસનીય શરુઆત કરતા સુરત પોલીસના પીઆઇ અને પીએસઆઇને વીકલી ઓફ મળશે તેવી જાહેરાત કરી છે. સુરત પોલીસ કમિશનરની આ ઐતિહાસિક પહેલને સમગ્ર રાજયના પોલીસ બેડામાં જબરદસ્ત આવકાર મળી રહ્યો છે તો, પોલીસ બેડામાં ખુશીની લાગણી પણ છવાઇ ગઇ છે. સુરત શહેર પોલીસ કમિશ્નર સતીશ શર્માએ સત્તાવાર જાહેરાત કરી છે કે, સમગ્ર અઠવાડિયા દરમિયાન કામકાજ કર્યા બાદ અઠવાડિયામાં એક દિવસ પોલીસ અધિકારીઓને વીકલી ઓફ મળે તે જરૂરી છે. પુખ્ત વિચારણાના અંતે સુરત શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર્સ અને પીએસઆઇને અઠવાડિયામાં એક વીકલી ઓફ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ દર રવિવારે પોલીસ સ્ટેશનના થાણા અધિકારીને વીકલી ઓફ રહેશે અને તે દરમ્યાન થાણાનો ચાર્જ જે તે પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ અથવા સિનિયર પોલીસ સબ ઇન્સપેક્ટર સંભાળશે. આ સેકન્ડ પીઆઇ અથવા સિનિયર પોલીસ સબ ઇન્સપેક્ટરને રવિવાર સિવાયના દિવસે વીકલી ઓફ આપવાનો રહેશે. સતીશ શર્માએ જણાવ્યું હતું કે, પોલીસ ઇન્સપેક્ટર પોલીસ સ્ટેશનના બાકી રહેતા પીએસઆઇને રોટેશન મુજબ જુદાજુદા દિવસો નક્કી કરી વીકલી ઓફ આપશે અને વીકલી ઓફનું પત્ર પોલીસ કમિશ્નરને મોકલવાનું રહેશે. જો કે વીકલી ઓફના દિવસે હેડક્વાર્ટર છોડી શકાશે નહીં તેમજ કોઈ જાહેર રજા સાથે આવા વીકલી ઓફના દિવસને જોડી શકાશે નહીં. સુરત પોલીસ કમિશનરની આ જાહેરાત બાદ સમગ્ર રાજયભરના પોલીસ બેડામાં ભારે આવકાર સાથે ખુશીની લાગણી છવાઇ ગઇ છે અને રાજયના અન્ય શહેરમાં તબક્કાવાર આ પ્રકારની અમલવારી કરવામાં આવે તેવી પોલીસબેડામાં માંગણી ઉઠવા પામી છે.

Related posts

લોકરક્ષકની પરીક્ષા બારકોડેડ ઓએમઆર સીટ દ્વારા યોજાઈ

aapnugujarat

નિરવ સહિતના ડિફોલ્ટર્સના મહાયજ્ઞમાં નામજોગ સ્વાહા

aapnugujarat

जमालपुर में मकान धराशायी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1