Aapnu Gujarat
ગુજરાત

૯૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોની લોકોને ભેટ અપાઈ

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે અમદાવાદ શહેરના તેમજ ઔડા વિસ્તારના મળીને શહેરીજનો માટે કુલ રૂપિયા ૯૦૦ કરોડથી પણ વધુની કિંમતના વિકાસકામોની દિવાળીની ભેટ આપવામા આવી છે.જેમાં અમદાવાદ શહેરના રૂપિયા ૭૨૫ કરોડના કુલ મળીને ૨૨ જેટલા કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામા આવ્યા છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે આજે શહેરના નિકોલ ખાતે આવેલા મંગલ પાંડે હોલમાં રાજય સરકારના મંત્રીઓ ,મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને ઔડાના હોદ્દેદારોની હાજરીમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજનનો એક કાર્યક્રમ યોજાઈ ગયો.આ કાર્યક્રમ અંગે માહિતી આપતા અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહે કહ્યુ કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરઝોન વિસ્તારમાં દિનેશ ચેમ્બર જંકશન પાસે તૈયાર થયેલા બ્રીજ તેમજ ઉત્તરઝોન,પૂર્વ ઝોન અને નવા પશ્ચિમઝોન ના વિસ્તારમાં બીજા ચાર બ્રીજના ભૂમિપૂજન સહિત રૂપિયા ૨૯૬.૪૧ કરોડના પાંચબ્રીજના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામા આવ્યા હતા. આ સાથે જ વોટર પ્રોજેકટ અને હેલ્થને લગતા એવા રૂપિયા ૧૦૧ કરોડથી વધુની રકમના લોકાર્પણ અને વોટર,હેલ્થ અને ડ્રેનેજ પ્રોજેકટના રૂપિયા ૩૨૭.૭૨ કરોડથી વધુની કિંમતના સ્ટેજ પરથી તકતી અનાવરણ દ્વારા ભૂમિપૂજન સાથે મળીને રૂપિયા ૭૨૫ કરોડથી વધુની કિંમતના કુલ ૨૨ જેટલા કાર્યોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામા આવ્યા હતા.ઔડાના વિસ્તારો માટે બ્રીજ,ડ્રેનેજ,સ્ટ્રોમ વોટરલાઈન સહિતના કુલ રૂપિયા ૧૮૧.૩૩ કરોડના આઠ જેટલા વિકાસકામોના ભૂમિપૂજન મુખ્યમંત્રી દ્વારા કરવામા આવ્યા હતા.ઉત્તરગુજરાતના પુર અસરગ્રસ્તોની મદદ માટે ભાજપના કોર્પોરેટરો તરફથી તેમના એક માસના ઓનેરેરીયમ પેટેની રકમ કુલ રૂપિયા ૬,૭૭,૨૦૦નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમા આપવામા આવ્યો હતો.

Related posts

બોપલ એસ.પી.રિંગ રોડ પર મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કર્યું

aapnugujarat

गुजकोमासोल के चेयरमैन की १७ तारीख को चुनाव

aapnugujarat

ભવિષ્યની પસંદગી માટે મત આપવા પ્રિયંકાનો અનુરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1