Aapnu Gujarat
મનોરંજન

રણવીરસિંહ ઝોયા અખ્તરની નવી ફિલ્મમાં રહેશે

સંજયલીલાની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં કામ કર્યા બાદ લોકપ્રિયતા મેળવી રહેલા રણવીરસિહ પાસે વધુ એક સારી ફિલ્મ આવી હોવાના હેવાલ મળ્યા છે. આ ફિલ્મમાં તે સ્ટ્રીટ રેપર તરીકેની ભૂમિકા અદા કરનાર છે. મળેલી માહિત મુજબ રણવીરસિંહ ઝોયા અખ્તરની ફિલ્મમાં દેખાશે. આની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મ મુંબઇ સ્થિત રેપર નાજી પર આધારિત રહેશે. જેની લાઇફ તમામ લોકો માટે પ્રેરણા સમાન રહી છે. ગુલ્લી બોય તરીકે ફિલ્મને નામ આપવામાં આવે તેવી શક્યતા છે. મુંબઇની ચાલીમાં રહેતા રેપર્સનીસ્ટોરીને આવરી લઇને આ ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. ૩૧ વર્ષીય સ્ટાર ફિલ્મમાં કામ કરી રહ્યો છે તે અંગે પુછવામાં આવતા નાજીએ રણવીર સિંહ ફિલ્મ કરી રહ્યો છે. કેટલીક બાબતો હજુ એવી રહેલી છે જે જાહેર કરવામાં આવી નથી. હાલમાં રણવીર સિંહ કેટલાક પ્રોજેક્ટ પર એક સાથે કામ કરી રહ્યો છે. ઝોયા અખતર હમેંશા ચર્ચા જગાવે તેવી ફિલ્મો બનાવવા માટે જાણીતી રહી છે. ફિલ્મના સંબંધમાં હજુ સુધી વધારે માહિતી જાહેર કરવામં આવી નથી. જો કે ફિલ્મમાં તેની ભૂમિકા જોરદાર અને પડકારૂપ રહેશે. હાલમાં સંગીત પર આધારિત કેટલીક ફિલ્મો બની રહી છે. સાથે સાથે આત્મકથા પર ફિલ્મોનો ક્રેઝ ચાલી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી કોણ રહેશે તે અંગે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. રણવીર પદ્માવતિમાં વ્યસ્ત છે

Related posts

आदमियों से बेहतर और ताकतवर होती हैं महिलाएं : अक्षय कुमार

aapnugujarat

રેખા બિગ બોસ રિયાલિટી શોનો હિસ્સો બનશે

editor

ऑडियोबुक्स कल्पित दुनिया को जानने का अच्छा विकल्प : कोंकणा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1