Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં ભાજપ – કોંગ્રેસ સાથે મળીને ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે : જગમાલ વાળા

ગીર સોમનાથ જીલ્લામાં ૧૯૯૦થી જાહેર જીવનમાં જોડાયેલા સામાજીક અગ્રણી જગમાલ વાળાએ પ્રજાકીય કામો માટે જરુર પડયે ગમે તે પરીસ્થિતિમાં ગમે તે પક્ષો સામે લાલ આંખ કરવામાં પીછેહઠ કરી નથી ત્યારે વેરાવળ તાલુકા ભાજપના પ્રમુખ બનીને ભાજપને એક મજબૂત પક્ષ આ વિસ્તારમાં બનાવ્યો. ૨૦૧૨માં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોથી સંતોષ ન થતા લોકોના અવાજ બનીને અપક્ષ ઉમેદવાર તરીકે ૨૫૦૦૦ જેટલા મતો મેળવી ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ ૨૦૧૭માં કોંગ્રેસને સમર્થન આપી ગીર સોમનાથ જીલ્લામાં ચારેય બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ટુંકમાં વાત કરવામાં આવે તો જે પક્ષ, વ્યકિતને સમર્થન આપે તેનો જવલંત વિજય થવામાં જગમાલ વાળાનું બલિદાન છે ત્યારે ફરી એકવાર વેરાવળ નગરપાલિકા લોકોના કામોમાં સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે જેમાં લાઇટ, પાણી, રોડ, રસ્તા, સહિત અનેક પાયાની જરૂરીયાતો આપવામાં પણ વામળી સાબિત થયેલ છે તેમજ શિખરબંધ વિરોધ પક્ષના કોંગ્રેસના આગેવાનો પણ ભાજપ સાથે મળીને ભ્રષ્ટાચારના સહભાગી બન્યા છે તેવા આક્ષેપ પણ જાહેરમાં કરેલ છે ત્યારે લોકોના કામો માટે આગામી એક વર્ષ માટે આવનારી નગરપાલિકાની ચુટણીમાં અપક્ષ તરીકે લડવાની તૈયારી બતાવી છે અને આ બાબતથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપના સાસંદ, ભાજપની નગરપાલિકા હોવા છતાં પણ લોકોને તેમની જરુરીયાત મુજબની કામગીરી આપવામાં વેરાવળ નગરપાલિકા નિષ્ફળ નિવડી છે ત્યારે હંમેશા પોતાનું આર્થિક, સામાજિક અને વ્યકિતગત નુકશાન કરીને પણ વેરાવળની જનતા માટે જેણે જાહેરમાં અવાજ ઉઠાવ્યો છે તેવા જગમાલ વાળા ફરી એકવાર મેદાનમાં આવતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.
(અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

આયુર્વેદને દેશમાં ખૂણેખૂણે પહોંચાડવા આયુષ મંત્રાલયે બનાવ્યો માસ્ટર પ્લાન

aapnugujarat

મહેસાણા જિલ્લામાં ચુંટણીના ધમધમાટ વચ્ચે ચૂંટણી કાર્યાલયના ઓપનિંગથી કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

editor

ગીર-સોમનાથ જિલ્લામાં ચોથા તબક્કાના સેવા સેતું કાર્યક્રમનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1