Aapnu Gujarat
ગુજરાત

પ્રો. ડો. ચિરાગ સ્વામીનો સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય માં સત્કાર સમારોહ યોજાયો

પટેલ રામજીભાઈ નારણભાઇ બળવોત (મોરારજી ) શ્રી સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય માં ડો.ચિરાગ સ્વામી છેલ્લા ૧૦ વર્ષથી સેવા આપતા હતા અને આ વર્ષે અધ્યાપક સહાયકની ભરતીમાં તેવો ખરોડ( ભરુચ) બી.એડ કોલેજમાં તેમની પસંદગી થઇ છે જે સંદર્ભે મહાવિદ્યાલયમાં સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપજ્યોતિથી થઈ અને આવેલ મહેમાનોનો પ્રા. ડૉ. ગીતાબેન દવેએ પરિચય આપી શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જેમાં કોલેજમાં પધારેલ મહેમાન અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રહલાદ પટેલ, શ્રી રેવાબા સાર્વજનિક બી.એડ કોલેજ, મહેસાણાના આચાર્ય ડૉ . વિઠ્ઠલભાઈ ચૌધરી, પ્રધાન આચાર્ય ચંદુભાઈ સ્વામી, વ્યવસ્થાપક હસમુખ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રશિક્ષણાર્થીઓ અને સ્ટાફમિત્રો દ્વારા પ્રો. ચિરાગ સાથેના અધ્યાપન કાર્યના સંસ્મરણો વાગોળતા અને શુભેચ્છા ગીતો રજૂ થતાં લાગણીસભર દ્વશ્યો સર્જાયા. હરહંમેશ તેમની સાથે રહેતા પ્રા. બીપીન પટેલે ચિરાગની મુશ્કેલીમાં પણ તકો અને મુખ પરનું કાયમનું સ્મિત , સકારાત્મક વ્યક્તિત્વ વર્ણવીને શુભેચ્છાઓ પાઠવી હતી. વ્યવસ્થાપક હસમુખ પટેલે પણ તેમની સંસ્થામાં તેમની ભૂમિકા રજૂ કરી અને પ્રગતિ માટે શુભ આશિષ આપ્યા હતા. આચાર્ય ડૉ. સી .પી.સ્વામીએ આ પ્રસંગે કર્મ એજ પૂજા અને સખત પુરુષાર્થ જ જીવનમાં સિદ્ધિ અપાવે છે તેમ જણાવ્યું હતું. ડો.વિઠ્ઠલ ચૌધરીએ પણ તેમના વિદ્યાર્થીકાળના અનુભવો પ્રગટ કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ પ્રહલાદ પટેલે સતત વિકસતા રહો તેવી પ્રેરણાદાયી વેટ કરી હતી. ર્પૂર્વ પ્રા. સુભાષભાઈ અને શૈલેષ યોગીએ પણ અનુભવો રજૂ કરી તેમને શાલ અને ગિફ્ટ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ગ્રંથપાલ ડૉ. દીપ્તિ પટેલ, પ્રા. કૌશલ વ્યાસ અને ઉદઘોષક સ્નેહલબેને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર, બનાસકાંઠા)

Related posts

PM दिल्ली से केवडिया – वडोदरा रेलवे लाइन और केवडिया रेलवे स्टेशन का करेंगे ई-शुभारंभ

editor

અમદાવાદ મેટ્રોના સ્ટેશન પરના એસ્કેલેટર્સ-લિફ્ટ બંધ રાખવા નિર્ણય લેવાયો

aapnugujarat

૧૦-૧૫ ટકા જેટલા લોકો કિડનીની પથરીના દર્દીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1