Aapnu Gujarat
ગુજરાત

દિયોદર ખાતે ઉતર ગુજરાત ભારત વિકાસ પરિષદ ૨૦૧૯ દ્વારા દિયોદર ખાતે ભારત કો જાનો સ્પર્ધા તેમજ પ્રશ્ન મંચ કાર્યક્રમ યોજાયો

ઉતર ગુજરાત ભારત વિકાસ પરિષદ દ્વારા ૨૦૧૯ આયોજિત દિયોદર લોહાણા વાડી ખાતે ભારત કો જાનો સંસ્કાર અને સંસ્કુતિ પ્રશ્ન મંચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બનાસકાંઠા જીલ્લા કલેકટર સંદીપ સાંગલે, દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ માલજીભાઈ દેસાઈ, દિનેશભાઈ વોરા, જીલ્લા પંચાયત ડેલીકેટ નરસિંહભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગની ૧૪ ટીમો તેમજ માધ્યમિક શાળાની ૧૩ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પાલનપુર પશ્ચિમ,થરાદ, ચાણસ્મા, વિસનગર,પાટણ વિસ્તારની શાળાનો સમાવેશ થયો હતો. આ પ્રશ્ન મંચ કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગમાંથી પ્રથમ નંબર પાલનપુર પશ્ચિમ શાળા, બીજા નંબરે થરાદ શાળા અને ત્રીજા નંબરે ચાણસ્મા શાળાએ મેળવ્યો હતો.માધ્યમિક વિભાગ પાલનપુર મુખ્ય શાખા ,બીજા નંબરે વિસનગર અને ત્રીજા નંબરે પાટણ સિદ્‌હેમ શાળાએ ભારત કો જાનો સ્પર્ધામાં વિજેતા બની હતી. વિજેતા થનાર બાળકોને દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દિયોદર મામલતદાર પી.એસ.પંચાલ, ભરત જોશી (વકીલ ), સંયોજક રાજેશ ત્રિવેદી, પ્રદીપ શાહ, દીપક સેવક, ડાહ્યાભાઈ વાઢેર, ભારત વિકાસ પરિષદ દિયોદર શાખાનાં અધ્યક્ષ મગનભાઈ પ્રજાપતિ, શીતલભાઈ ત્રિવેદી,અમરતભાઈ ભાટી,જામાભાઈ પટેલ,પ્રકાશ દેસાઈ,રોહિત સોની,મહેશ ગજ્જર સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ,દિયોદર, બનાસકાંઠા)

Related posts

ડૉ. આંબેડકર દલિત પરિષદ આયોજિત જાહેર ચર્ચા-સભા યોજાઈ

aapnugujarat

પાક નુકસાની મામલે ગુજરાત સરકાર જાહેર કરશે ૬૦૦ કરોડથી વધુનું પેકેજ

aapnugujarat

નવસારીમાં કુટણખાનાનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1