Aapnu Gujarat
ગુજરાત

નવસારીમાં કુટણખાનાનો પર્દાફાશ

હ્યુમન ટ્રાફિકિંગ ગૃહવિભાગ માટે પ્રાણપ્રશ્ન બની રહ્યો છે. મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર દિવસે ને દિવસે આપણા દેશમાં વધી રહ્યા છે. ગરીબાઈને લઈને દેહવેપાર કરવાની લોભામણી જાહેરાતો કરીને દલાલો યુવતી અને મહિલાઓને નર્કાગારમાં ધકેલી રહ્યા છે. જેનું ઉદાહરણ નવસારી શહેરના અપ્સરા હોટેલમાં બન્યું છે. સમગ્ર કુટણખાનાનો જીલ્લા ર્જીંય્એ ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો છે.
નવસારી શેહેરના પશ્ચિમ વિભાગમાં આવેલ અપ્સરા હોટેલમાં દલાલો મારફતે રૂપજીવિનીઓને બોલાવવામાં આવતી હતી. રૂપિયા આપવાની લાલચે દેહવેપારમાં રાજ્યની બહારથી મજબુર મહિલા કે યુવતીઓને બોલાવીને હોટલમાં ગ્રાહકો બોલાવીને કાંડ કરવામાં આવતો હતો. જેની જાણકારી ર્જીંય્ પોલીસને થતા પોલીસે વોચ ગોઠવીને સમગ્ર સેક્સ રેકેટ ઉઘાડું પાડ્યું હતું. પોલીસે હોટેલમાં કામ કરતા ૩ લોકો અને ૧ દલાલ સાથે ૨ રૂપજીવિનીઓને ઝડપી પાડ્યાં છે. પશ્ચિમ બંગાળથી લલનાઓ આવીને હોટલમાં દેહવેપારનો મોટો વેપલો કરતા હતા.
જોકે મુખ્યસુત્રધાર હોટલનો માલિક ફરાર છે. દલાલ, લલના અને હોટેલ માલિક મળીને ત્રિપુટીઓ મળીને હવસખોર ગ્રાહકોને આમંત્રણ આપતા હતા. હજી પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક હોટેલમાં આવું રેકેટ પકડાય તો નવાઈ નહીં.

Related posts

રાજ્યમાં ૨૦ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

editor

રાજનાથસિંહે કહ્યું કોંગ્રેસ ‘ઈનસોમિયા’ બીમારીથી પીડાય છે

aapnugujarat

મારા ૩૬ કટકા થશે તો પણ હું ‘કમલમ’ તરફ નહીં જાઉં : વિક્રમ માડમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1