Aapnu Gujarat
ગુજરાત

મારા ૩૬ કટકા થશે તો પણ હું ‘કમલમ’ તરફ નહીં જાઉં : વિક્રમ માડમ

આગામી દિવસોમાં રાજ્યસભાની ખાલી પડી થનારી બે બેઠકો જીતવા ભાજપ કોંગ્રેસના ઘારાસભ્યોને તોડશે તેવી અટકળો વહેતી થઈ છે. રાજ્યમાંથી ૧૦ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની વાત બહાર આવી છે જેમાં એક નામ કોંગ્રેસના જામ ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમનું નામ પણ બહાર આવ્યું હતું. જોકે, આ વાતને રદીયો આપતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે મારા ૩૬ કટકા થઈ જશે તો પણ હું કમલમ તરફ નહીં જાવ.લોકસભાની ચૂંટણી બાદ અમેઠીથી જીતેલા સ્મૃતિ ઇરાની અને ગાંધીનગરથી વિજયી થયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપશે. આ સ્થિતિમાં રાજ્યમાં ખાલી બે બેઠકો પર ફરી ચૂંટણી થશે. આ બેઠકો પર ૬૦ ધારાસભ્યો મળીને એક સાંસદ ચૂંટી શકે એમ હોય ત્યારે બંને બેઠકો પર વિજયી થવા માટે ભાજપે ગેમ પ્લાન તૈયાર કર્યો છે.આ પ્લાન મુજબ કોંગ્રેસના ૮-૧૦ ધારાસભ્યોને ભાજપમાં ભેળવવાની કવાયત હાથ ધરાઈ છે. આ ધારાસભ્યોમાં સૌથી મોટું નામ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમ માડમનું ઉછળ્યું હતું. આ અફવાને સ્પષ્ટ રદીયો આપતા વિક્રમ માડમે કહ્યું હતું કે મારા ૩૬ કટકા થશે તો પણ હું કમલમ તરફ નહીં જાવ.વિક્રમ માડમે કહ્યું,જે લોકો મારા નામની અફવા ફેલાવી રહ્યાં છે, તે ગાંડા લોકો છે. હું ક્યારેય ભાજપમાં જોડાઉ નહીં. વિક્રમ માડમ વેચાણીયો માલ નથી. મને કોઈ ખરીદી શકે નહીં. હું છેલ્લા ત્રણ દિવસથી મારા પક્ષ લોકોને મત વિસ્તારમાં જઈને મળી રહ્યો છું તેમને સાંત્વના આપી રહ્યો છું. મારા ૩૬ કટકા થઈ જશે તો પણ હું કમલમ તરફ નહીં જાવ.વિક્રમ માડમે વિચારધારાની લડાઈ વિશે કહ્યું હતું કે હારજીત ચૂંટણી પ્રક્રિયાનો ભાગ છે. જે લોકોને સત્તાની લાલચ છે તે પક્ષ છોડી રહ્યાં છે. બાકી આટલું મોટું પરિવાર હોય તેમાં મન દુખ થયા કરે છે પરંતુ તેના કારણે કોઈ પક્ષ છોડતું નથી. જો હારથી તમામ સમીકરણો સ્પષ્ટ થતા હોય તો ભાજપ અને સંઘ કેરળ અને આંધ્રપ્રદેશમાં એક પણ બેઠક જીતી શક્યું નથી.

Related posts

एलिस ब्रिज की पांच करोड़ के खर्च पर मरम्मत होगी

aapnugujarat

३५ हजार फर्जी कंपनी ने डिपॉजिट किए १७ हजार करोड़

aapnugujarat

મોદી પાટણ ખાતે ૨૧મીએ સભા યોજવા સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1