Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠાની જાદર પોલીસે દારૂ ઝડપ્યો

સાબરકાંઠા જિલ્લા એલ.સી.બી સ્ટાફ જાદર પોલીસ સ્ટેશનની હદમાં બાતમીને આધારે સાબરકાંઠાના પોશીનાથી હિંમતનગર તરફ આવતી એક ગાડી બાતમી પ્રમાણે શંકા જતા પોલીસે સફેદ કલરની હુન્ડાઈ સેન્ટો કાર નંબર જી.જે.૦૧.એચ.એ.૨૭૧૧ને પોશીના મુનાઇ ત્રણ રસ્તા પાસે ગાડી પોલીસે ઉભી રાખતા કાર ચાલક દૂર ગયા બાદ ગાડી ઉભી રાખી કાર ચાલક પોતાની કબજાની કાર મૂકી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની દારૂની બોટલ નંગ ૧૦૪ જેની કિંમત રૂ.૨૭.૬૦૦/તથા હુન્ડાઈ કાર રૂ.૫૦.૦૦૦/-કુલ મળી ૭૭.૬૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર ચાલક વિરુદ્ધ જાદર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

અલીપુરામાં ગંદકીનું સામ્રાજ્ય

aapnugujarat

કર્ણાટકનાં ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં

aapnugujarat

પતિનું કાસળ કઢાવનારી પત્ની રેખાને અફસોસ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1