Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત – મધ્ય પ્રદેશને જોડતો N.H. ૫૬ હાઈ-વે પર મસમોટા ભુવા : તંત્ર નિંદ્રાધીન

વડોદરાથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. આ રોડ ઉપરથી જિલ્લા મથક છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ જતા વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે આ ખાડાઓને લઈ અહીંથી પસાર થઈ રહેલા વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રોડ ઉપર ચોમાસા દરમિયાન વરસાદના કારણે ધોવાણ થતાં કપચી કાંકરી ઊખડી જવાથી રોડની વચ્ચોવચ ઠેરઠેર મસમોટા ખાડા પડી જવા પામ્યા છે. બોડેલી, પાવીજેતપુર વચ્ચે જબુગામ પાસે અસંખ્ય ઓરસંગ નદીમાંથી રેતીની લીઝો આવેલી હોવાથી રોજની હજારો ટ્રકો ઓવરલોડ રેતી ભરેલી પસાર થતી હોવાથી આ નેશનલ હાઇવે પર ટ્રાફિક વધારે હોય છે ત્યારે આ રોડ ઉપર પડેલા મસમોટા ખાડાઓથી વારંવાર અકસ્માત સર્જાય છે પરંતુ તંત્ર જાણે ખાડા પુરવા માટે કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ કુંભકર્ણની જેમ નિંદ્રામાં સુઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં ૧૦ વર્ષ સુધીની કેદની જોગવાઇ

aapnugujarat

टुर में ले जाने के बहाने २० से अधिक लोगों के रुपये ऐठे : डेस्टीनी टुर्स एण्ड ट्रावेल्स के खिलाफ फरियाद

aapnugujarat

કેનેડાના વડાપ્રધાન ગુજરાતમાં પહોંચ્યા બાદ શાનદાર સ્વાગત : ગાંધી આશ્રમ અને અક્ષરધામ મંદિરમાં પહોંચ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1