Aapnu Gujarat
ગુજરાત

સ્ટેમ્પ વેન્ડર એસોસીએશન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર સોંપાયું

ઇડર શહેરમાં વર્ષોથી તાલુકા લેવલે સ્ટેમ વેન્ડરનું લાયસન્સ અને નક્કી કરેલી જગ્યાએ દરેક સ્ટેમ્પ વેન્ડર તમામ પ્રકારના સ્ટેમ્પનું વેચાણ કરે છે. સરકારના આદેશ અનુસાર ૧/ ૧૦/ ૨૦૧૯ થી ફિઝિકલ નોન. જયુ. સ્ટેમ્પ પેપર્સનું તમામ સ્ટેમ્પ વેન્ડરો દ્વારા બંધ કરવાનો અને સ્ટેમ્પિંગ દ્વારા વેચાણ કરવાનો આદેશ કરેલ છે તેની સામે ઈડર સ્ટેમ્પ વેન્ડર એસોસિયન વિરોધ કરી ઈડર પ્રાંત કચેરી આવેદન આપી રજૂઆત કરી હતી જેમાં તાત્કાલિક અસરથી કોઈપણ સ્ટેમ્પ વેચાણ વ્યવસ્થા ન થઈ નાણાંકીય વ્યવહાર દસ્તાવેજો ન થઈ શકવાના કારણે પ્રજા વિલંબ મુકાય જશે જો ફિઝિકલ સ્ટેમ બંધ કરવામાં આવશે તો સ્ટેમ્પ વેન્ડરની રોજીરોટી છીનવાઇ જશે. ઈ સ્ટેમ્પિંગ સાથે ફિઝિકલ સ્ટેપ ચાલુ રાખવા સ્ટેમ્પ વેન્ડર અને વાંધો ન હતો તેમજ ફિઝિકલ સ્ટેપ બંધ કરવા બાબતે અમારુ સખત વાંધો હોવાથી યોગ્ય કાર્યવાહી તથા સરકારના નિર્ણયને મોકુફ રાખવામાટે ઇડર સ્ટેમ્પ વેન્ડર એસોસિએશનનાં હસમુખ સાકળચંદ ખત્રી, પંકજ ડી. પરમાર, આર. પી. સુતરીયા, રાજેશ સોમાલાલ શાહ વગેરે ઇડર પ્રાંત કચેરી નાયબ કલેકટરની કચેરીઆવેદન આપી રજૂઆત કરી હતી.સ્ટેમ્પ વેન્ડર એસોસિએશને માંગણી પુરી નહીં કરવામાં આવશે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરીશું.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

પાવીજેતપુરથી બોડેલીના ખખડધજ રસ્તાથી જનતા ત્રાહિમામ

editor

અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ ફલાયઓવર પૂર્ણ થવાની નજીક : માર્ચમાં ખુલશે

aapnugujarat

સુરક્ષા સેતુ સાબરકાંઠા અને જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1