Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરથી બોડેલીના ખખડધજ રસ્તાથી જનતા ત્રાહિમામ

પાવીજેતપુર થી બોડેલી વચ્ચે ૧૬ કિલોમીટરનો રસ્તો ઓવરલોડ અને ભીની રેતી ભરેલી ટ્રકો પસાર થવાના કારણે ખખડધજ થઇ જતા પૂર્વ પટ્ટી વિસ્તારની જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ફરી એકવાર જનતા આંદોલનના મુડમાં દેખાઇ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લાં કેટલાંક સમયથી પાવીજેતપુર થી બોડેલીનો રસ્તો મોટા ખાડા પડી જવાના કારણે ખખડધજ થઈ જતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. પૂર્વ પટ્ટી વિસ્તારમાં બોડેલી થી જબુગામ, પાવીજેતપુર, તેજગઢ, છોટાઉદેપુર, પાનવડ, કવાંટ સુધી તેમજ તેની આજુબાજુના ગામડાંઓની જનતા માટે નેશનલ હાઇવે નંબર ૫૬ માનવ શરીરમાં આવતી રીડની હડ્ડી સમાન છે. પૂર્વ પટ્ટી વિસ્તારની જનતાને ગમે ત્યાં જવું હોય ત્યારે પાવીજેતપુર થી બોડેલીના રસ્તા ઉપર થઈને જ પસાર થવું પડે છે. પરંતુ આ રસ્તા ઉપર નિયમોને નેવે મૂકી ઓવરલોડ તેમજ ભીની રેતી ભરી પસાર થતી ટ્રકોના કારણે આ રસ્તો સાવ ખસતા થઇ જવા પામ્યો છે. રસ્તો એટલો ખખડધજ થઇ ગયો છે કે કયા ખાડામાંથી ગાડીને પડતી બચાવી એ જ પ્રશ્ન થઈ જાય છે. ગમે તેટલી કાળજીથી આ રોડ ઉપરથી પસાર થતી ગાડીઓ ઠપકાયા વગર રહેતી નથી.પહેલા તો તંત્ર દ્વારા નાના ખાડા પડતા જ કપચી નાંખી ડામરિંગ કરી પેચવર્ક કરવામાં આવતું હતું પરંતુ હવે તો ના નહીં મોટા મોટા ખાડા પડી ગયા હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. રેતીના ધંધામાં નાનાથી લઈને મોટા અધિકારી તેમજ નેતા સુધીની ભાગ બટાઇ થતી હોવાની લોકવાયકાઓ વહેતી હોય ત્યારે આ રોડની મરમ્મત થશે ખરી ? આ વેધક સવાલ જનતામાં વારંવાર ઉઠી રહ્યો છે. જો કોઈ ભારે પગે મહિલાને આ રસ્તા ઉપરથી કોઈ પણ વાહનમાં પ્રસાર કરવામાં આવે તો તરત વાહનમાં જ પ્રસૂતિ થઇ જાય તો નવાઇ નહીં. એટલા મોટા મોટા ખાડા થઈ જવા પામ્યા છે કે રોડ ઉપર ખાડા નહીં પરંતુ ખાડા ઉપર જ રોડ થઈ ગયો હોય એમ લાગી રહ્યું છે. ખખડધજ રોડના કારણે ૧૦ મિનિટનો રસ્તો અડધો કલાકથી વધુ સમય લઇ લે છે અને તેમાં ગાડીઓને નુકસાન થાય છે તે અલગથી તો ક્યારેક ખાડો બચાવવા જતા અકસ્માત થવાનો ભય રહ્યા કરે છે. કેટલાક સમય પહેલા પાવી જેતપુર થી બોડેલીનો રસ્તો ખખડધજ થઇ ગયો હતો અને તંત્ર દ્વારા નવીન રસ્તો બનાવવામાં ન આવતો હતો જ્યારે પૂર્વપટ્ટી વિસ્તારની જનતા એ રસ્તા રોકો આંદોલન કરી તંત્રને સફાળું જગાડ્યું હતું. વર્તમાન પરિસ્થિતિ જોતા ફરીથી જનતાને આંદોલન કરવું પડશે એમ લાગી રહ્યું છે અને જનતા પણ આંદોલનના મુડમાં જણાઇ રહી છે ત્યારે તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરે તે જરૂરી થઇ જવા પામ્યું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

editor

નવા વર્ષ માટે બુલેટ પ્રુફ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

aapnugujarat

शहर में दूध की डेयरियों पर म्युनि. प्रशासन की छापेमारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1