Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ ફલાયઓવર પૂર્ણ થવાની નજીક : માર્ચમાં ખુલશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા શહેરના રાજમાર્ગ ગણાતા આશ્રમરોડ પરના ટ્રાફિક જામની સમસ્યાનાં નિરાકરણ માટે અંજલિ ફલાય ઓવરબ્રિજ અને ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજના નિર્માણના બે મહત્વના પ્રોજેકટ હાથ ધરાયા હતા જે પૈકી ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજનું નિર્માણ પૂર્ણતાના આરે હોઇ આગામી તા.૩૧ માર્ચના પહેલાં તે લોકાર્પણ માટે સજ્જ થઇ જશે. અગાઉ ઇન્કમટેકસ સર્કલ ખાતે વર્ષોથી સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને લઇને ભારે વિવાદ ઊઠ્‌યો હતો. મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું સ્થળ અનેક આંદોલનોનું સાક્ષી રહ્યું છે. શહેરભરમાં ઇન્કમટેકસ સર્કલ ખાતેની બાપુની પ્રતિમા જાણીતી છે. જોકે તંત્રના છેક ગત તા.ર૪ જૂન ર૦૧૬થી અમલમાં મૂકાયેલા ઇન્કમટેકસ સર્કલ ખાતેના ફલાય ઓવરબ્રિજના નિર્માણના પ્રોજેકટથી ગાંધીજીની પ્રતિમાના સ્થળાંતરનો વિષય પણ અવારનવાર ચર્ચાતા તે મામલે સત્તાવાળાઓએ મહદંશે મૌન પાળ્યું હતું. ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજની ડિઝાઇન ગાંધીજીની પ્રતિમાને લેશમાત્ર નુકસાન ન પહોંચે તેવી તૈયાર કરાઇ હતી. આશરે રૂ.પપ કરોડના ખર્ચે નિર્માણાધીન આ બ્રિજને આમ તો ગત તા.ર૩ જૂન, ર૦૧૮એ પૂર્ણ કરવાનો હતો. પરંતુ ગાંધીજીની પ્રતિમાના સ્થળાંતરનો વિવાદ તેમજ બ્રિજ માટે મોટી સંખ્યામાં કપાયેલાં વૃક્ષો વગેરેને કારણે આ પ્રોજેકટ તેના નિર્ધારિત સમય મર્યાદાથી લગભગ નવ મહિના વિલંબમાં મુકાયો છે. હવે આ ફલાય ઓવરબ્રિજને આગામી તા.૩૧ માર્ચ પહેલાં પૂર્ણ કરવાની ગણતરી મુકાઇ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું વાડજ ખાતે સ્થળાંતર કરવાનું આયોજન ઘડાઇ રહ્યું છે. તંત્ર દ્વારા ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજને ૮૧૦ મીટર લાંબો બનાવાઇ રહ્યો છે. આ બ્રિજ પર કુલ ૧૯.પ૦ મીટર પહોળાઇના બે લેન આકાર પામ્યા છે. દરેક લેનની પહોળાઇ ૯.૭રપ મીટર રખાઇ છે. હાલના તબક્કે બ્રિજનું નિર્માણકાર્ય ૯૧ ટકા જેટલું આટોપાઇ ગયું હોઇ ફિનિશિંગ સહિતનાં પરચૂરણ કામ ચાલી રહ્યાં છે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરીને આશ્રમ રોડ પરના ગીચ ટ્રાફિક સમસ્યાને કંઇક અંશે નિરાકરણ લાવવાની દિશામાં શાસકો પ્રયાસ કરશે. જો કે, શહેરમાં સૌથી લાંબા ફલાય ઓવરબ્રિજનું નિર્માણકાર્ય હજુ અધૂરું હોઇ તેને પૂર્ણ થવામાં વધુ છ થી આઠ મહિના લાગશે. જોકે આ બંને ફલાય ઓવરબ્રિજ તૈયાર થઇ ગયા બાદ અમદાવાદીઓ આશ્રમ રોડ પર વાહન ચલાવવામાં પિક અવર્સ દરમ્યાન પણ હળવાશ અનુભવી શકશે. ખાસ કરીને આ માર્ગો પરની ટ્રાફિકની સમસ્યા મહ્‌દઅંશે હલ કરવામાં મદદ મળશે.

Related posts

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી પરીક્ષા હવેથી પેપરલેશ થશે

aapnugujarat

બોડકદેવ વિસ્તારમાં કરોડોના દેવામાં ડૂબેલા બિલ્ડરે પત્ની અને પુત્રીઓને ઠાર મારી

aapnugujarat

ગુજરાતમાં ભાજપે ઉતારી રાજસ્થાનના નેતાઓની ફોઝ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1