Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં ભાજપે ઉતારી રાજસ્થાનના નેતાઓની ફોઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજસ્થાનથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓેને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. જ્યાં કોંગ્રેસે મુખ્યમંત્રી અશોક ગહલોતથી લઈને ૨૦થી વધારે મંત્રીઓને ગુજરાતી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે, તો ભાજપે પણ ગુજરાતમાં વસેલા ૧૫ લાખ રાજસ્થાનવાસીઓને પોતાના તરફ ખેંચવા માટે રાજસ્થાનમાંથી મોટા પાયે પાર્ટીના નેતાઓની ડ્યૂટી લગાવી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ હાઈકમાન્ડે રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ, ૪ કેન્દ્રીય મંત્રી, ૨ સાંસદ-પૂર્વ સાંસદ, ૭ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યોને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપી છે. તો વળી રાજસ્થાન સહિત ભાજપે દેશભરમાંથી પાર્ટીના સીનિયર નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા છે. આપને જણાવી દઈએ કે, ગુજરાત ચૂંટણીમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ છે, જે રાજસ્થાનમાંથી આવે છે. ભાજપે ગુજરાતમાં રાજસ્થાનના ૪ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, અર્જૂનરામ મેઘવાળ, કૈલાશ ચૌધરી ઉપરાંત સંગઠનના ૧૦૮ નેતાઓની ટીમ ઉતારી છે, જે અલગ અલગ વિધાનસભા સીટો પર જઈને ભાજપનો પ્રચાર કરશે. ગુજરાતમાં રાજસ્થાનના નેતાઓને જવાબદારી આપવા પાછળ સૌથી મોટુ કારણ રાજસ્થાન મૂળના લોકો છે. આંકડા પ્રમાણે જોઈએ તો, ગુજરાતની કુલ વસ્તી ૭ કરોડ ૪ લાખની નજીક છે, જેમાંથી લગભગ ૧.૫૦ કરોડ બીજા રાજ્યોમાંથી આવીને વસેલા લોકો છે. જેમાંથી પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી સૌથી વધારે લોકો છે. તો વળી તેમાં પણ ૪ લાખ આદિવાસી છે, જે દક્ષિણ રાજસ્થાનમાંથી આવે છે. આ ઉપરાંતમાં અમદાવાદમાં ૨.૨૫ લાખ અને સૂરતમાં ૨.૭૫ લાખથી વધારે રાજસ્થાની લોકો વસવાટ કરે છે. ત્યારે આવા સમયે રાજસ્થાનના કેન્દ્રીયમંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો આ પ્રવાસી રાજસ્થાનીઓને સાધવાની જવાબદારી સોંપવામાં આવી છે.

Related posts

થરા સહિત આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુનો ભરડો

aapnugujarat

કડી પી.એમ.જી.ઠાકર આદશૅ હાઇસ્કૂલ માં ઘોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવી

aapnugujarat

એહમદ પટેલ અને શકિતસિંહ ચૂંટણી નહીં લડે તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1