Aapnu Gujarat
Uncategorizedગુજરાત

કડી પી.એમ.જી.ઠાકર આદશૅ હાઇસ્કૂલ માં ઘોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવી

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોડૅ દ્વારા ગુરુવારથી શરૂ થયેલી ઘોરણ ૧૦ અને ૧૨ ની બાડૅ ની પરીક્ષામાં ઉતર ગુજરાત માં ૨,૭૬,૬૧૩ વિઘાથીઓ પરીક્ષા આપશે. જેમના માટે ૩૮૦ પરીક્ષા કેન્દ્રોનો ૯૬૯૮ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. પરીક્ષા કામગીરી ૭ હજારથી વઘુ કમૅચારીઓ જોડાશે. ત્યારે કડી માં આવેલ પી.એમ.જી.ઠાકર આદશૅ હાઇસ્કૂલ માં ઘોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ નું પરિક્ષા નું કેન્દ્ર આપવામાં આવ્યું. પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓનો ભય દૂર થાય તે માટે પ્રથમ દિવસે આદશૅ હાઇસ્કૂલ ની વિદ્યાર્થીઓની દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્યું. ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક તથા ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ તરફથી કડક પ્રબંધો કરવામાં આવ્‍યા છે. શિક્ષણ બોર્ડે પરીક્ષાર્થીઓ વિશ્વાસ પૂર્વક અને નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે ખાસ એક્શન પ્‍લાન તૈયાર કર્યો છે.
પરીક્ષા શાંત વાતાવરણમાં યોજાય તે માટે જરૂરી વ્યવસ્થાની સુચનાઓ તમામ કેન્દ્ર સંચાલકો સહિત સંબઘિત અઘિકારીઓ ને સલાહ આપી દેવાઇ છે.
તમામ વિદ્યાર્થીઓ વષૅ દરમ્યાન મહેનત કરી છે. તેનું તમને યોગ્ય ફળ આપે એવી તમામ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આપણું ગુજરાત ન્યુઝ – કડી
જૈમિન સથવારા

Related posts

સુરેન્દ્રનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રમત સ્પર્ધાનુ આયોજન

editor

ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે આવેલ વણકર ફળિયા વિસ્તારમાં એક સાથે 3 મકાનમાં ભીષણ આગ

editor

પાર્કિંગ મામલે રાજપથ ક્લબનાં પ્રમુખ-ઉપપ્રમુખ સામે ગુનો દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1