Aapnu Gujarat
ગુજરાત

સુરક્ષા સેતુ સાબરકાંઠા અને જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓ માટે વિસામાનું આયોજન કરાયું

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરક્ષા સેતુ સાબરકાંઠા તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટસ ગ્રાઉન્ડમાં અંબાજી પદયાત્રાએ જતાં ભક્તો માટે વિસામાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું જેમાં દીપ પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીક તથા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વિસામો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરક્ષા સેતુ અને જિલ્લા પોલીસ પરિવાર દ્વારા વિસામાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારો પદયાત્રીઓ તેનો લાભ લઈ શકશે તથા રહેવા જમવા તથા નાહવા ધોવા અને મેડિકલની સુવિધાઓ કરવામાં આવી છે તથા જિલ્લા પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. જિલ્લામાં કોઈપણ પદયાત્રીને મુશ્કેલી ના જણાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ફોન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આજથી શરૂ થતાં વિસામો છ દિવસ સુધી દિન-રાત ચાલુ રહેશે સાથે સાથે જિલ્લા પોલીસ પણ પદયાત્રીઓની ક્યાંય પણ મુશ્કેલીના જણાય તે માટે ખડે પગે રહેશે. જગત જનની જગદંબા મા અંબાની પોલીસ બેન્ડ સાથે આરતી પણ કરવામાં આવી હતી સાથે સાથે વાતાવરણ પણ ભક્તિમય બનાવી દેવામાં આવ્યું હતું.

(તસવીર / અહેવાલ :- દિગેડ કડીયા, હિંમતનગર)

Related posts

बापुनगर सीट से सबसे ज्यादा १६ उम्मीदवार चुनाव मैदान में

aapnugujarat

સુરતમાં ત્રણ ભાઈએ કરી મિત્રની હત્યા

aapnugujarat

અંબાજીમાં પોષી પૂનમે ધામધૂમથી ઉજવણી નહીં થાય

editor

Leave a Comment

UA-96247877-1