સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી લોકોમાં ભયનો માહોલ બનાવનારી મહિલા ગેંગને જિલ્લાની વડાલી પોલીસે ઝડપી પાડી છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી ખેડબ્રહ્મા પાસે આવેલ શ્યામનગરના રેલવે ફાટક શાકમાર્કેટ પાસે આ મહિલા ગેંગ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને ઉભા રાખી બળજબરીપૂર્વક તેમને ભયભુકત કરી પૈસા પડાવતી હતી. વડાલી પોલીસને જાણ થતા પોલીસે મહિલા આરોપી વિમક કિશનભાઇ બારોટ ,કંચન મકનભાઈ બારોટ, અંજલી પપ્પુભાઈ બારોટ, જ્યોતિ મહેશ બારોટ, ઉર્મિ કિરણભાઈ બારોટ, કંચન કમલભાઈ બારોટ, નીતુ સુનિલભાઈ બારોટ, રેણુકા મગનભાઈ બારોટ ( તમામ રહે. દુર્ગા નગર વટવા, જીઆઇડીસી પાસે, અમદાવાદ )ને પકડી પાડી છે. પોલીસે એક જ સમાજની અને એક જ જ્ઞાતિની ૯ મહિલા આરોપી વિરુદ્ધ વડાલી પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર ૫૨/૧૯ આઈપીસી કલમ ૩૮૪, ૧૧૪ મુજબ પોલીસે ગુનો નોંધી અમદાવાદ સબજેલ ખાતે તમામ મહિલા આરોપીઓને મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)