Aapnu Gujarat
બિઝનેસ

૫૩૦૦ કરોડના આઈપીઓ જૂન માસમાં બજારમાં આવશે

આઈપીઓની રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. આ મહિનામાં ૫૩૦૦ કરોડથી વધુ કિંમતના પાંચ આઇપીઓ બજારમાં આવનાર છે જેથી મૂડીરોકાણકારોેને ફાર્મા, બ્રોડબેન્ડ અને ફાયનાન્સ સહિત જુદા જુદા સેક્ટરોમાં રોકાણ કરવાની વધારે તક મળશે. તમની પાસે વિકલ્પ રહેશે. જો તમામ પાંચ ઇશ્યુ સફળરીતે આગળ વધશે તો જૂન મહિનો આઈપીઓ માટે સપ્ટેમ્બર ૨૦૧૬ બાદથી સૌથી શ્રેષ્ઠ રહી શકે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ડેટા નેટવર્કિંગ પ્રોડક્ટ કંપની તેજસ નેટવર્કનો ઇશ્યુ બુધવારના દિવસે આજે ૧૦ ટકા સુધી છલકાઈ ગયો હતો. ફાર્મા કંપની ઇરિશ લાઇફ સાયન્સ આઈપીઓ ગુરુવારના દિવસે બજારમાં આવનાર છે. આવતીકાલે આ ઇશ્યુ બજારમાં આવ્યા બાદ તેના પ્રવર્તમાન શેર ધારકો ૧૭૦૦ કરોડ રૂપિયાના શેર વેચનાર છે. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ સીડીએસએમ પણ આગામી સપ્તાહમાં આઈપીઓ લાવનાર છે. કેબલ અને બ્રોડબેન્ડ કંપની જીટીપીએલ દ્વારા પણ ૨૧મી જૂનના દિવસે આઈપીઓ લાવવામાં આવનાર છે. સ્મોલ ફાયનાન્સ બેંક લાયસન્સ ધારક એયુ ફાઈનાન્સરો પણ આ મહિનાના અંત સુધી બજારમાં ઇશ્યુ સાથે આવનાર છે. મૂડીરોકાણકારો માટે આગામી દિવસો ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. જાણકારા લોકોનું કહેવું છે કે, તાજેતરના મહિનામાં જે આઈપીઓ લાવવામાં આવ્યા હતા તેમાં કેટલાક આઈપીઓ દ્વારા જંગી નાણા ઉભા કરવામાં આવ્યા હતા. કુલ ૫૩૨૭ કરોડ રૂપિયાના કદ સાથે નવા આઈપીઓની બજારમાં એન્ટ્રી થનાર છે.

Related posts

भारत से कारोबार समेटने की तैयारी में वॉलमार्ट

aapnugujarat

ओला, उबर से टक्कर, दिल्ली में टैक्सी चालको ने शुरु की सेवा कैब

aapnugujarat

Ahmedabad Job Mela will see participation by more than 30 companies

aapnugujarat

Leave a Comment

UA-96247877-1