ત્રિપલ તલાક પર ચાલી રહેલ દેશવ્યાપી ચર્ચા દરમિયાન યુપીના સંભલમાં એક પંચાયતે મોટો નિર્ણય સંભળાવ્યો છે. પંચાયતે ત્રણ વખતે તલાક બોલીને પત્નીને તલાક આપનાર એક વ્યક્તિ પર ૨ લાખનો દંડ લગાવ્યો છે. આ સાથે જ તેને પોતાની પત્નીને મેહર તરીકે ૬૦ હજાર રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.પશ્ચિમી યુપીના સંભલમાં તુર્ક સમુદાયની પંચાયતે આ નિર્ણય લીધો છે. તેના માટે વિસ્તારના ૫૨ ગામના લોકોએ એક મદરેસામાં પંચાયતનું આયોજન કર્યું હતું. જો કે, ૪૫ વર્ષના એક વ્યક્તિના લગ્ન આશરે ૧૦ દિવસ પહેલા જ ૨૨ વર્ષની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ બંને વચ્ચે વિવાદ થયો. ત્યારબાદ પતિએ ત્રણ વાર તલાક બોલીને પોતાની પત્નીને પિયર જવાનો આદેશ આપ્યો.પુત્રીને તલાક મળ્યા બાદ યુવતીના પરિવારજનોએ પંચાયતમાં તેની ફરિયાદ કરી.
પીડિત પરિવારની ફરિયાદ પર પંચાયતે સમુદાયના ૫૨ ગામમાંથી લોકોને એકઠા કર્યા છે અને આરોપી વ્યક્તિ પર બે લાખનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેને ૬૦ હજારની મેહરની રકમ પર યુવતીના ઘરવાળાને પરત કરવાનો આદેશ પંચાયતે આપ્યો છે.જો કે, દેશભરમાં ત્રિપલ તલાકને લઈને ચાલી રહેલ વિવાદ દરમિયાન વિસ્તારના તુર્ક સમુદાયે એક સાથે ત્રિપલ તલાક આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પહેલા સમુદાયે લગ્નમાં વધારે દહેજની માંગણી પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો.જો કે, આ મામલે ચેરમને શહીદ હુસૈને કહ્યું કે, સામાજિક બુરાઈઓને છોડીને જ તરક્કીના રસ્તા પર આગળ વધી શકાય છે. તેમણે કહ્યું કે, જો પંચાયત નિર્ણય કરી રહી છે તો પાલન પણ કરાવશે. જે લોકો ત્રિપલ તલાક અને દહેજ જેવા મામલે નિર્ણય નહિ માને તે સજાના હકદાર બનશે.તમને જણાવી દઈએ કે, પુરક બિરાદરીની પંચાયત આમ તો દશકોથી પોતાના સમાજમાં સુધારા માટે કામ કરી રહી છે. છેલ્લા છ મહિનાથી આ અભિયાનને તેજ કરવામાં આવ્યું છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ