Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણીમાં નાણાં વ્યવહારો પર ચૂંટણી પંચ નજર રાખશે

આ વર્ષે થનાર લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન ગેરકાયદેસરના નાણા વ્યવહારો પર ધ્યાન આપવા માટે ચૂંટણી પંચ બીજા વિભાગોની મદદ લઇને સજ્જ થયું છે. ચૂંટણી પંચના અધિકારીઓ આવકવેરા વિભાગ અને બીજા વિભાગના અધિકારીઓની મીટીંગ ૨ ફેબ્રુઆરીએ થઇ હતી. જેમાં જુદા જુદા વિભાગને દરેક ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર ચાંપતી નજર રાખવા કહેવાયું છે.
હાલમાં આવકવેરા વિભાગ ૧૦ લાખ કે તેથી વધારેના સ્પષ્ટતા વગરના રોકડ નાણાકીય વહેવારોને જપ્ત કરે છે. ચૂંટણી પંચના અધિકારીઓ રેલવે, કસ્ટમ, એકસાઇઝ, ટ્રાન્સપોર્ટ વિભાગ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને એક ઉચ્ચસ્તરની મોનીટરીંગ પેનલની રચના કરી હતી. આ પેનલ ચૂંટણી પહેલા અને પછીની ગતિવિધિઓ પર ધ્યાન રાખશે.
ટેક્ષ વિભાગ પણ રાજકીય પક્ષોને અપાતા દાન પર નજર રાખશે. ૨૦૦ રૂપિયાથી વધારેના રોકડ દાન આપનારે પૂછપરછનો સામનો કરવો પડશે.

Related posts

રેવાડી ગેંગ રેપ : ૩ આરોપીની ધરપકડ, બે હજુ પણ ફરાર

aapnugujarat

महाराष्ट्र में शिवसेना-बीजेपी के बीच खींचतान का विपक्ष ले रहा आनंद

aapnugujarat

રામ મંદિર : ભાગવત અને અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1