Aapnu Gujarat
શિક્ષણ

અમદાવાદની સારી સ્કૂલોમાં મેરિટ ૮૫ ટકા સુધી ઉંચુ ગયું

ધોરણ-૧૧ સાયન્સ સ્કૂલોમાં પ્રવેશ માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારની સ્કૂલો દ્વારા આજે સોમવારે પ્રથમ મેરિટ લીસ્ટ જારી કરવામાં આવ્યું હતું. જેમાં સાયન્સનું મેરિટ ગત વર્ષની સરખામણીએ બે ટકા ઉંચુ ગયું હોવાનું સામે આવ્યું હતું. ગત વર્ષે શહેરની સારી ગણાતી સ્કૂલોમાં અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓનું મેરિટ ૮૦થી ૮૩ ટકાની આસપાસ રહ્યું હતું. પરંતુ આ વખતે સારી ગણાતી સ્કૂલોનું મેરિટ ૮૫ ટકાની આસપાસ અટકયુ હોવાનું જાણવા મળે છે, તો શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એવી સ્કૂલોમાં તો મેરિટ ૮૮ ટકા સુધી ગયુ હતું. જેથી ગયા વર્ષ કરતાં આ વર્ષે મેરિટમાં સામાન્ય વધારો નોંધાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ-૧૧ સાયન્સની અમદાવાદ શહેર અને ગ્રામ્યની સ્કૂલોમાં કેન્દ્રીય પ્રવેશ પધ્ધતિ હેઠળ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરાયું હતું. જેમાં ધોરણ-૧૧ સાયન્સમાં અમદાવાદ શહેરમાં ૧૫૧ જેટલી સ્કૂલોમાં ૧૩૧૩૪ જેટલી બેઠકો છે, જેમાં ગુજરાતી માધ્યમની ૮૫ સ્કૂલોમાં ૭૭૨૨ બેઠકો, અંગ્રેજી માધ્યમની ૧૧ સ્કૂલોમાં ૪૪૮૮ બેઠકો અને ઉર્દૂ માધ્યમની એક શાળામાં ૬૬ બેઠકો છે. આ સિવાય અમદાવાદ ગ્રામ્યની ૫૨ સ્કૂલોમાં અંદાજે ચાર હજાર જેટલી બેઠકો છે. આમ, સાયન્સની કુલ ૧૭ હજાર બેઠકો માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરની અમુક શાળાઓને બાદ કરતાં સારી ગણાતી અન્ય તમામ સ્કૂલોમાં બહારના વિદ્યાર્થીઓનું મેરિટ લીસ્ટ ૭૫ ટકાની આસપાસ રહ્યું છે. જેથી બીજા અને ત્રીજા મેરિટ લીસ્ટમાં મેરિટ થોડુ વધુ નીચે જવાની શકયતા છે. આજે જાહેર થયેલી મેરિટ યાદી બાદ વિદ્યાર્થીઓ હવે મંગળવારે સાંજ સુધી શાળામાં ફી ભરી શકશે.

Related posts

લક્ષ્મીપુરા નંદાસણ શાળામાં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

aapnugujarat

कक्षा-१० १२ के विद्यार्थियों के लिए हेल्पलाइन शुरू हुई

aapnugujarat

CANADA STUDENT VISA : ભારતીય વિદ્યાર્થીઓની 40% અરજીઓ રિજેક્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1