Aapnu Gujarat
શિક્ષણ

ફી નિર્ધારણ અંગે જોગવાઈનો અમલ ન કરનાર સામે તવાઈ આવશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફી નિર્ધારણ અંગે રાજયની ઝોનલ કમિટીઓ ધ્વારા ઝડપભેર પ્રક્રિયા આગળ વધારાઈ છે ત્યારે ફી નિર્ધારણ સંબંધી કાનુની જોગવાઈઓનું પાલન ન કરનાર શાળાઓ સામે સત્વરે કાનુની કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને તાકિદ કરી છે. આજે ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સને સંબોધતા શિક્ષણ મંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વાર્ષિક કે છ મહિનાની ફી ચુકવાશે તો જ શાળામાં પ્રવેશ અપાશે, આવુ કહેનારી કોઈ પણ શાળા સામે ફી નિર્ધારણ અંગેની કાનુની જોગવાઈઓને અનુસરી દાખલો બેસે તેવી કાર્યવાહી સત્વરે કરવાની રહેશે. કાનુની જોગવાઈ અનુસાર જ્યાં સુધી ફી નિર્ધારણ ન થાય ત્યાં સુધી જે તે શાળા સંચાલકે ત્રૈમાસિક ધોરણે શાળાની ફી વાલીઓ પાસેથી લેવાની રહેશે તેવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આવી જોગવાઈનું પાલન ન કરનાર શાળાઓએ જો દરખાસ્ત ન કરી હોય, એફીડેવીટ ન કરી હોય અને કોર્ટમાં પણ ન ગયા હોય તો આવી શાળાઓ સામે સત્વરે કાનુની કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રીએ સુચના આપી હતી. શાળા સંચાલકોને પુરતો સમય આપવામાં આવ્યો છે ત્યારે દરખાસ્ત ન કરી હોય, એફીડેવીટ ન કરી હોય અને કોર્ટમાં પણ ન ગયા હોય તો આવી શાળાઓને સત્વરે નોટીસ આપી કાનુની કાર્યવાહી કરવા સુચના આપી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ત્રૈમાસિક ફી અંગેની જોગવાઈનું પાલન ન કરી વાર્ષિક કે છ માસિક ફી ચુકવાશે તો જ શાળામાં પ્રવેશ અપાશે તેવી કેટલીક શાળાઓએ વાલીઓને ધમકી આપી હોવાની ફરિયાદોની શિક્ષણ વિભાગે ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે.
આવી ફરિયાદો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહી. તેમણે જણાવ્યું હતું કે, ફી નિર્ધારણ સંબંધી કાનુની જોગવાઈઓનું પાલના ન કરનાર શાળાઓ સામે જરૂર પડયે કાનુની જોગવાઈ અનુસાર શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલા લેતા પણ શિક્ષણ વિભાગ ખચકાશે નહીં. ફી નિર્ધારણ સંબંધી કાનુની જોગવાઈના પાલનની પ્રક્રિયામાં કોઈ પણ જાતની રૂકાવટ ન આવે તેની તકેદારી રાખવા શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સ્પષ્ટ સુચના આપી હતી. આજે યોજાયેલી વીડીયો કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રીએ ફી નિર્ધારણ ઉપરાંત આરટીઈમાં આવક સંબંધી પ્રમાણપત્રોમાં રેન્ડમ તપાસ કરી યોગ્ય ઉમેદવારોને જ શાળામાં પ્રવેશ મળે તેની તકેદારી રાખવા પણ સુચના આપી હતી. આગામી ૨૧, જુનના રોજ યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિનના સંબંધે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ કિર્તિમાન રચાવા જઈ રહ્યો છે ત્યારે રાજયના તમામ જિલ્લાઓમાં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી થાય તે પ્રકારે આયોજન કરવાનું રહેશે.

Related posts

ગુજરાતની ફી રેગ્યુલેટરીમાં વાલીઓને સમાવવાનો હુકમ

aapnugujarat

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલની N.S.S.શિબિર વાઘવા ગામે યોજાઈ

aapnugujarat

૧૨ શૈક્ષણિક સંસ્થાઓમાં બાયોઇન્ફર્મેટિક્સ લેબ તૈયાર થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1