Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કસ્ટડી દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન પર ભારે અત્યાચાર કરવામાં આવતો હતો : અહેવાલ

ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનને ટોર્ચર કરવા સાથે સંબંધિત ચોંકાવનારી વિગત સપાટી ઉપર આવી છે. પાકિસ્તાની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ દ્વારા તેને હેરાન પરેશાન કરવા સાથે સંબંધિત ચોંકાવનારી વિગતો ખુલ્યા બાદ પાકિસ્તાનના નિરાશાજનક વર્તનના સંદર્ભમાં કેટલીક માહિતી જાણવા મળી છે. અભિનંદને પુછપરછ દરમિયાન પાકિસ્તાની અધિકારીઓને કોઇપણ પ્રકારની માહિતી આપી ન હતી પરંતુ ભારતીય મિડિયા દ્વારા તેના પરિવારથી લઇને પિતાના નિવૃત્ત એરફોર્સ ઓફિસર હોવા સુધી તમામ માહિતી ઉપલબ્ધ કરાવી હતી. તેમના ઘરના સરનામા અંગેની પણ માહિતી આપી હતી. જો કે, અભિનંદને પુછપરછ વેળા કોઇપણ પ્રકારની માહિતી આપી ન હતી. અભિનંદનને મુક્ત કરવામાં આવ્યા બાદ જે એક મિનિટ અને ૨૩ સેકન્ડના વિડિયો રિલિઝ કરવામાં આવ્યા હતા તે અંગે અભિનંદને કહ્યું હતું કે, આ તેમનો અવાજ નથી. ક્યારે પણ આ પ્રકારનું નિવેદન કર્યું ન હતું. આ નાનકડા વિડિયોમાં ૧૫થી વધારે કટ છે જેમાં અભિનંદન પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતા અને ભારતીય મિડિયાની ટિકા કરતા નજરે પડે છે. ભારત વાપસી બાદ અભિનંદનની એરફોર્સના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં એક જ પ્રશ્નને અનેક વખત પુછવામાં આવ્યા હતા. સુરક્ષા સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કરવી ન પડે તે દિશામાં પહેલ કરવામાં આવી હતી. અભિનંદનને આઈએસઆઈ છોડવા માટ તૈયાર ન હતી પરંતુ અમેરિકા અને ભારત સહિતના દેશો તરફથી દબાણ લાવવામાં આવ્યા બાદ અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય કરાયો હતો. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને દબાણ વધ્યા બાદ અંગતરીતે દરમિયાનગીરી કરી હતી. પુછપરછ દરમિયાન અભિનંદનને ટોર્ચર કરવામાં આવ્યા બાદ ઘણા પશ્નો કરાયા હતા. ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનની કસ્ટડીમાં આવી ગયા બાદ તેમને ૪૦ કલાક સુધી હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. તેમને માર પણ મારવામા ંઆવ્યો હતો. પાકિસ્તાનની કુખ્યાત સંસ્થા આઇએસઆઇ દ્વારા ૪૦ કલાક સુધી ટોર્ચર કરવાની બાબત સપાટી પર આવી છે. જેથી ખળભળાટ મચી ગયો છે. અભિનંદન જ્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા ત્યારે કલાકોના ગાળામાં જ તેમને ઇસ્લામાબાદથી રાવલપિંડીમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓ માત્ર ચાર કલાક પાકિસ્તાનન આર્મીના કસ્ટડીમાં રહ્યા હતા. જ્યારે આશરે ૪૦ કલાક સુધી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ક્ટડીમાં રહ્યા હતા. આ ગાળા દરમિયાન તેમને ખુબ પરેશાન કરવામા આવ્યા હતા. આઇએસઆઇના અધિકારીઓ દ્વારા લાંબી પુછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે ભારતની ગુપ્તચર સંસ્થા રોને ને લઇને કેટલીક ટિપ્પણી પણ કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના સુત્રો પાસેથી મળલી માહિતી મુજબ પાકિસ્તાનના યુદ્ધ વિમાન એફ-૧૬ને તોડી પાડવામાં આવ્યા બાદ વિંગ કમાન્ડરનુ વિમાન જ્યારે પાકિસ્તાનમાં પડ્યુ ત્યારે પહેલા તો અભિનંદન ઇસ્લામાબાદમાં પાકિસ્તાન આર્મીના કસ્ટડીમાં હતા. જો કે અહીં ચાર કલાક સુધી જ રોકાયા હતા. ત્યારબાદ પાકિસ્તાનની કુખ્યાત સંસ્થા આઇએસઆઇના લોકો તેમને રાવલપિંડીમાં લઇ ગયા હતા. આઇએસઆઇની ઇન્વેસ્ટીગેશન સેલે તેમને ૪૦ કલાક સુધી સ્ટ્રોગ રૂમમાં રાખ્યા હતા. તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા. તેમની આંખ પર પાટા બાંધીને રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા.

Related posts

શ્રીલંકા ૮ બ્લાસ્ટથી હચમચ્યું : ૨૧૫થી વધુનાં મોત

aapnugujarat

નાની વાતમાં વાંધો પડતા યુવતીઓ રેપનો આરોપ લગાવી દે છે : ખટ્ટર

aapnugujarat

ટૂંકા સમયમાં રાજ્યમાં જિયો સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની

editor

Leave a Comment

UA-96247877-1