Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિગ્ગજો બે સીટથી પહેલા પણ ચૂંટણી લડતા રહ્યા છે

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી આ વખતે અમેઠીની સાથે સાથે કેરળની વાયનાડ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી ચુક્યા છે. આ જાહેરાત કરવામાં આવ્યા બાદ ઉત્તરપ્રદેશની રાજનીતિમાં એક નવા પ્રકારની ચર્ચા છેડાઇ ગઇ છે. જો કે રાહુલ ગાંધી એવા પ્રથમ ઉમેદવાર નથી જે બે સીટો પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની વડોદરા અને વારાણસી સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને બંને સીટોે પર જીત મેળવી હતી. ત્યારબાદ તેોએ વડોદરા સીટ છોડી દીધી હતી. માનવામાં આવે છે કે રાષ્ટ્રીય નેતા માટે પ્રભાવ માત્ર પોતાની સીટ સુધી મર્યાદિત રહેતો નથી. જેથી ચૂંટણીમાં માહોલ સર્જવા માટે આવા નેતાઓ એક કરતા વધારે સીટ પર ચૂંટણી લડે છે. આ જ કારણસર મોદીએ વર્ષ ૨૦૧૪માં એક કરતા વધારે સીટ પર ચૂંટણી લડી હતી. હવે રાહુલ ગાંધી બે સીટો પર ચૂંટણી લડવા જઇ રહ્યા છે. કેરળમાં કોંગ્રેસની લીડ મેળવી લેવા માટે આવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તમામ લોકો જાણે છે કે વર્ષ ૧૯૫૭માં વાજપેયીએ બલરામપુર, મથુરા અને લખનૌમાંથી ચૂંટણી લડી હતી. બલરામપુરમાંથી જીતી ગયા હતા. વર્ષ ૧૯૯૧માં વાજપેયી વિદિશા અને લખનૌમાંથી મેદાનમાં ઉતર્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૯૬માં લખનૌ અને ગાંધીનગરમાંથી મેદાનમાં ઉતર્યા હતા. નરેન્દ્ર મોદી પણ વર્ષ ૨૦૧૪માં વડોદરા અને વારાણસીમાંથી મેદાનમાં ઉતર્યા હતા. બંને જગ્યાએ જીતી ગયા હતા. મોડેથી વડોદરા સીટ છોડી દીધી હતી. ઇન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૮૦ના દશકમાં કોંગ્રેસને બીજી વખત સત્તા પર લાવવામાં સફળ રહ્યા હતા. એ વખતે તેઓએ આંધ્રપ્રદેશના મેડક અને રાયબરેલીમાંથી ચૂંટણી લડી હતી. ઇન્દિરા ગાંધી બંને સીટો પર જીતી ગયા હતા. મોડેથી મેડક સીટ છોડી દીધી હતી. સોનિયા ગાંધી પણ વર્ષ ૧૯૯૬માં અમેઠી અને બેલ્લારીમાંથી ચૂંટણી મેદનમાં ઉતર્યા હતા. સોનિયા ગાંધીએ પણ બંને સીટ પરથી ચૂંટણીમાં જીત મેળવી હતી. મોડેથી બેલ્લારી સીટ છોડી દીધી હતી. મુલાયમ સિંહ યાદવ પણ વર્ષ ૨૦૧૪માં આજમગઢ અને મૈનપુરમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. મુલાયમે પણ બંને સીટો પર જીત મેળવી હતી. મોડેથી મૈનપુરી સીટ છોડી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.
પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.

Related posts

કૃષિ કાયદાઓ સંપૂર્ણ રીતે ફગાવવાની જગ્યાએ તેમાં સંશોધન કરવું જાેઇએ ઃ પવાર

editor

मानव संशाधन विकास मंत्रालय ने पेश किया 100 दिन का लेखा-जोखा, 16 नए केंद्रीय विद्यालय का उद्घाटन

aapnugujarat

વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

editor

Leave a Comment

UA-96247877-1