Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જેટના કાફલામાં માત્ર ૧૫ વિમાન

જેટ એરવેઝની સ્થાનિક ઉંડાણ માટે હવે માત્ર ૧૫-૧૨ વિમાન બચ્યા છે. આજની તારીખમાં જેટ ભારતની સૌથી નાની એરલાઈન્સ બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોના મામલામાં જેટ એરવેઝની હાલત સારી રહી નથી. દેવા હેઠળ ડુબેલી એરલાઈન્સે પોતાના પાયલોટોને એમ પણ કહ્યું છે કે, તેઓ લાંબી રજા ઉપર જતા રહે અથવા તો પગાર વગર રજા લઇ શકે છે. આંતરરાષ્ટ્રીય ઉંડાણ ભરવા માટે નિયમો મુજબ જેટલા વિમાનોની જરૂર હોય છે તેટલા વિમાન એરલાઈન્સની પાસે રહ્યા નથી. જેટ એરવેઝની પાસે ૨૯ ટેન ૭૩૭એનજી, સાત એટીઆર અને એક ડઝન એરસબ એ૩૩૦ની સાથે બોઇંગ ૭૭૭ વિમાન છે. ડિસેમ્બર મહિનામાં એરલાઈન્સની પાસે ૧૨૪ વિમાનો હતા. ૪એ૩૩૦ અને બોઇંગ ૭૭૭ વિમાન આંતરરાષ્ટ્રીય ઉંડાણ માટે ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ૭૩૭ એનજી વિમાન આસપાસના દેશો સુધી ઉંડાણ ભરે છે. મંગળવારના દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એરલાઈન્સને ૧૫ વિમાન ઉભા રાખવાની ફરજ પડી ગઈ છે. જાન્યુઆરી મહિનામાં એરલાઈન્સે ૫૫ વિમાનોને ઉભા કરવાની ઘોષણા કરવામાં આવી હતી. ડીજીસીએને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે, એપ્રિલના છેલ્લી તારીખ સુધી ૭૫ વિમાન ઓપરેશનમાં રહેશે. થોડાક દિવસમાં જોવામાં આવ્યું છે કે, જેટમાં માત્ર પાંચથી ૧૦ વિમાન ઉંડાણ ભરી રહ્યા છે. ભારતની સૌથી નાની એરલાઈન્સ વિસ્તરાના પણ દિવસમાં ૨૨ વિમાન ઉંડાણ ભરે છે. ભારતમાં નિયમ છે કે, આંતરરાષ્ટ્રીય ઉંડાણ માટે ફ્લિટમાં ૨૦ વિમાનો રહેલા છે. ૧૨૦ ડેઇલી ફ્લાઇટો હોવી જોઇએ. હાલના સમયે જેટની પાસે આ ક્ષમતા રહેલી નથી. જેટના પ્રવક્તાનું કહેવું છે કે, અમે નિયમોની અવગણના કરી રહ્યા નથી.

Related posts

રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત આપી શકે : સુપ્રીમ

aapnugujarat

Union Petroeluem, steel minister Pradhan met Odisha CM Naveen Patnaik

aapnugujarat

છત્તીસગઢની સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ઉદ્યોગ માટે સંપાદીત જમીન ખેડૂતોને પાછી અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1