Aapnu Gujarat
રાષ્ટ્રીય

કૃષિ કાયદાઓ સંપૂર્ણ રીતે ફગાવવાની જગ્યાએ તેમાં સંશોધન કરવું જાેઇએ ઃ પવાર

કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા અનેક મહિનાઓથી દિલ્હીની બૉર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે રાષ્ટ્રવાદી કાૅંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના એક નિવેદને બીજેપીને સંજીવની આપી છે. શરદ પવારે કહ્યું છે કે, કૃષિ કાયદાઓ સંપૂર્ણ રીતે ફગાવવાની જગ્યાએ આના એ ભાગમાં સંશોધન કરવું જાેઇએ, જેનાથી ખેડૂતોને મુશ્કેલી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ મુદ્દા પર પૂર્વ કૃષિ મંત્રી શરદ પવારના વલણનું સ્વાગત કર્યું છે.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમની વાતથી સહમત છે અને અમે ઇચ્છીએ છીએ કે મુદ્દાનું નિરાકરણ જલદી લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે શરદ પવારને પ્રશ્ન કરવામાં આવ્યો કે, મહારાષ્ટ્ર સરકાર કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે? આના પર તેમણે કહ્યું કે, સમગ્ર બિલને ફગાવવાની જગ્યાએ આપણે એ ભાગમાં સંશોધન કરી શકીએ છીએ જેને લઇને ખેડૂતોને વાંધો છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓનું એક જૂથ કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલા કૃષિ કાયદાઓનો અલગ-અલગથી અભ્યાસ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, બિલથી સંબંધિત તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ જ આને વિધાનસભામાં લાવવામાં આવશે. શરદ પવારે કહ્યું કે, જાે મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓનું જૂથ ખેડૂતોની ભલાઈ માટે બિલમાં થોડાક બદલાવની વાત કરે છે તો તેના પર વિચાર કરવામાં આવે. આવામાં ખેડૂત કાયદાઓની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની જરૂરિયાત નહીં હોય. શરદ પવારના નિવેદનનું કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્વાગત કર્યું છે.
તેમણે કહ્યું છે કે, “પૂર્વ કૃષિ મંત્રી શરદ પવારના વલણનું સ્વાગત યોગ્ય છે. તેમણે પોતાના વલણથી સ્પષ્ટ કરી દીધું છે કે કાયદાઓની બદલવાની કોઈ જરૂર નથી. જે બિંદુઓ પર વાંધો છે, તેને વિચાર-વિમર્શ બાદ બદલવા જાેઇએ. હું તેમના વલણનું સ્વાગત કરું છું. કેન્દ્ર તેમની વાતથી સહમત છે અને અમે ઇચ્છીએ છીએ કે મુદ્દોથી જલદી ઉકેલવામાં આવે.

Related posts

ભારત બંધ : મોટી સંખ્યામાં પ્રવાસી અટવાયા, અંધાધુંધી

aapnugujarat

पुणे में दीवार गिरने से 15 लोगों की मौत

aapnugujarat

નાગપુરથી સરકાર ચાલતી નથી : મોહન ભાગવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1