Aapnu Gujarat
રાષ્ટ્રીય

વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો

કાનપુરના બિકરુ ગામમાં આઠ પોલીસકર્મીઓની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી અને વિકાસ એ જ ગાડીમાં બેઠો હતો. આ ઘટના પછી પોલીસ ટીમ પાસેથી પિસ્તોલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

તો સામે પોલીસની કાર્યવાહીમાં વિકાસ ઘાયલ થયો હતો. તેને છાતી અને કમરના ભાગે બે ગોળી વાગી છે. ત્યારપછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું સવારે 7.55 વાગ્યે મૃત જાહેર કરાયો હતો. જો કે, હાલ પોલીસનું સત્તાવાર નિવેદન આવ્યું નથી. વિકાસ દુબેને ગુરુવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ઝડપ્યો હતો.

અત્રે જણાવવાનું કે ગુરુવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં કાનપુર અથડામણ કેસનો માસ્ટરમાઈન્ડ વિકાસ દુબે ધરપકડ કરાયો હતો. એસટીએફ તેને લઈને સડકમાર્ગે કાનપુર માટે રવાના થઈ હતી. કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાનો આરોપી વિકાસ દુબે ત્યારબાદ ફરાર હતો.

Related posts

પીએનબી કૌભાંડ : નિરવ મોદીની લંડનમાં ધરપકડ

aapnugujarat

दिल्ली से अलकायदा का संदिग्ध आतंकी गिरफ्तार हुआ

aapnugujarat

ब्रिटेन में ‘इंडिया ग्लोबल वीक’, पीएम मोदी वीडियो के जरिए करेंगे संबोधित

editor

Leave a Comment

UA-96247877-1