Aapnu Gujarat
મનોરંજન

સુશાંત મામલે સુબ્રમણ્યમ સ્વામીએ કરી આ કાર્યવાહી

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈના મકાનમાં ગળે ફાંસો ખાઇ તેનું જીવન ટૂંકાવ્યું હતું. મુંબઈ પોલીસ સુશાંતના મોતની તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 34 લોકોના નિવેદનો લીધા છે. તે જ સમયે સુશાંતના પ્રિયજનો તેમના મૃત્યુ અંગે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હવે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતની આત્મહત્યા સંદર્ભે સંભવિત સીબીઆઈ તપાસ માટે તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા વકીલની નિમણૂક કરી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટિ્‌વટ કર્યું હતું કે, ‘મેં સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા કેસમાં સીબીઆઈની શક્ય તપાસ, પીઆઇએલ અથવા ગુનાહિત ફરિયાદ માટે પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે.’ તેમણે પોતાના ટવીટમાં ઉલ્લેખ કર્યો છે કે ઇશકરણ સિંહ ભંડારી સંભવિત સીબીઆઈ તપાસ, પીઆઈએલ અથવા ગુનાહિત ફરિયાદના કેસ માટે તમામ ડેટા એકત્રિત કરશે. તો આ તરફ #CBIForSonOfBihar ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સુબ્રમણ્યમ સ્વામીના આ પગલાની લોકોએ પ્રશંસા કરી છે. લોકો સુબ્રમણ્યમ સ્વામીનો આભાર માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની મોતનું કારણ લોકો બોલિવૂડમાં નેપોટિઝમને ધ્યાનમાં લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા ચાલી રહી છે.

Related posts

રિયાલીટી શોમાં કામ કરવા ખુબ ઇચ્છુક : બિપાશા બસુ

aapnugujarat

ચેનલની પસંદગી માટે ટ્રાઇ દ્વારા મહેતલ અપાઈ

aapnugujarat

પુત્રીના જન્મ બાદ બ્રાડલે કૂપર અને ઇરિન નજીક આવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1