Aapnu Gujarat
મનોરંજન

પુત્રીના જન્મ બાદ બ્રાડલે કૂપર અને ઇરિન નજીક આવ્યા

અભિનેતા બ્રાડલે કુપર અને મોડલ ઇરિન શાયક વચ્ચે હાલમાં મતભેદો સર્જાયા હતા. જો કે આ મતભેદો બન્ને પાસે વધારે પડતા કામને લઇને સર્જાયા હતા. પરંતુ પ્રથમ બાળકના જન્મ બાદ તેમની વચ્ચે સંબંધ પહેલા જેવા જ થઇ ગયા છે. એપ્રિલ મહિનામાં બ્રેડલેની પ્રેમિકા અને વિક્ટોરિયા સિક્રેટની મોડલ ે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ બન્ને વચ્ચે સંબંધ પહેલા જેવા સામાન્ય બની ગયા છે. બ્રાડલે છેલ્લા કેટલાક સપ્તાહથી ફિલ્મ ધ સ્ટાર ઇઝ બોર્નની રીમેકને લઇને વ્યસ્ત બનેલો છે. બીજી બાજુ મોડલ ઇરિન ૨૦૧૭ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હિસ્સો લીધા બાદ પરત ફરી છે. એક સુત્રએ માહિતી આપતા કહ્યુ છે કે ઇરિન અને બાળક બન્ને બિલકુલ સ્વસ્થ છે. બાળકના જન્મ બાદ તે માતાની સાથે છે. બ્રાડલે હાલમાં બાળકના જન્મ બાદ દિવસમાં અનેક વખત ફોન કરે છે. ઇરિન અને બ્રાડલે પુત્રની જન્મ બાદ વધારે નજીક આવ્યા છે. તેમની કેમિસ્ટ્રી વધારે મજબુત બની રહી છે. બન્ને પોતાની પુત્રીને ખુબ પસંદ કરે છે. પુત્રી પોતાની માતા ઇરિનની જેમ ખુબ ખુબસુરત હોવાની વિગત મળી રહી છે. બીજી બાજુ બ્રાડલે પોતે વિશ્વમાં સૌથી સેક્સી પુરૂષની યાદીમાં હમેંશા સામેલ રહ્યો છે. તે સૌથી મોઘા સ્ટાર તરીકે છે. બ્રાડલે કુપર છેલ્લા કેટલાક સમયથી સતત વ્યસ્ત રહ્યો છે. પોતાની નવી ફિલ્મને લઇને તે આશાવાદી છે. તેનુ કહેવુ છે કે નવી ફિલ્મ તમામ ચાહકોને ગમી જશે. બ્રાડલે ફિલ્મ જગતમાં ટોચની સેલિબ્રિટી તરીકે સ્થાન ધરાવે છે. બીજી બાજુ ઇરિન મોડલ તરીકે પણ ભારે લોકપ્રિય રહી છે. તે સૌથી મોઘી સ્ટાર તરીકે રહી છે. ઇરિનને પણ ફિલ્મને લઇને કેટલીક ઓફર કરવામાં આવી ચુકી છે. પરંતુ તે મોડલિંગની દુનિયામાં જ રહેવા માંગે છ.

Related posts

એક ફિલ્મની નિષ્ફળતા પણ ભારે પડે છે : તાપ્સી પન્નુ

aapnugujarat

દીપિકા ગ્લેમરસ સ્ટારના એવોર્ડથી સન્માનિત

aapnugujarat

રણબીર ફ્રેન્ડ કરતા પણ વધુ હોવાની આલિયાની કબુલાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1